આધારકાર્ડને પાનકાર્ડ સાથે 31 માર્ચ પહેલા લીંક નહીં કરાવો તો થશે નુકસાન, જાણો લીંક કરવાની રીત
આધારકાર્ડને પાનકાર્ડ સાથે લીંક કરાવવું અનિવાર્ય છે : ઈન્કમટેક્ષ વિભાગે એડવાઈઝરી બહાર પાડી
31 માર્ચ પહેલા તમારા આધારને પાનકાર્ડ સાથે લીંક નહિ કરો તો તમામ ડોક્યુમેન્ટ બેકાર થઈ જશે
આધારકાર્ડને પાનકાર્ડ સાથે લીંક કરાવવું અનિવાર્ય છે. જો તમે 31 માર્ચ 2023 પહેલા તમારા આધારને પાનકાર્ડ સાથે લીંક નહિ કરો તો તમામ ડોક્યુમેન્ટ બેકાર થઇ જશે. ઈન્કમટેક્ષ વિભાગે એક એડવાઈઝરી બહાર પાડી છે જેમાં કહેવામાં આવ્યું છે કે જો તમે તમારા આધારકાર્ડને પાનકાર્ડ સાથે લીંક નહિ કરાવો તો 31 માર્ચ પછી તે બેકાર થઇ જશે. જો તમે અત્યાર સુધી તમારા આધારને પાનકાર્ડ સાથે લીંક નથી કરાવ્યું તો તરત જ પાનકાર્ડને આધાર સાથે અપડેટ કરાવો. નહિતર તમારું પાનકાર્ડ બેકાર થઇ જશે. પાનકાર્ડ રદ્દ થયા બાદ તમે તમારું ઇન્કમટેક્ષ રીટર્ન નહિ ભરી શકો. આની સાથે તમે બીજી સુવિધાઓનો પણ લાભ નહિ મેળવી શકો. ઇન્કમટેક્ષ વિભાગે કહ્યું કે પાનકાર્ડને આધાર સાથે લીંક કરાવવું અનિવાર્ય છે તો આવો જાણીએ પાનને આધાર સાથે લીંક કેવી રીતે કરીશું ?
કેવી રીતે પાનકાર્ડને આધાર સાથે કરશો લીંક
- સ્ટેપ 1: સૌથી પહેલા તમારા બેંક કસ્ટમર કેરને કોલ કરો.
- સ્ટેપ 2: ત્યાર પછી કોલ દરમિયાન IVR મેનુ ઓપ્શનમાં જાઓ. ત્યાર પછી રાઈટ મેનુ ઓપ્શનને પસંદ કરો.
- સ્ટેપ 3: આ પછી કસ્ટમર કેર એકઝીકેટીવથી સંપર્ક કરો.
- સ્ટેપ 4: ત્યાર પછી એકઝીકેટીવને જણાવો કે તમારે આધારને પાનકાર્ડ સાથે લીંક કરાવવું છે.
- સ્ટેપ 5: આના પછી કસ્ટમર કેર દ્વારા વેરિફિકેશન માટે થોડાક પ્રશ્નો પૂછવામાં આવશે.
- સ્ટેપ 6: ત્યાર પછી તમને તમારું પાનકાર્ડ નંબર બતાવવાનું રહેશે.
- સ્ટેપ 7: આટલું થયા પછી તમને રીક્વેસ્ટ નંબર અને વેરિફિકેશન કોલ પર જ મળી જશે. આગામી 7 દિવસોમાં પાનકાર્ડ આધાર સાથે લીંક થઇ જશે.
- નોંધ:- બધી બેંકોના બેન્કિંગ અને હોટલાઈનના IVR ઓપ્શન જુદા જુદા હોય છે.
જાણો કેવી રીતે કરી શકો છો આધારને પાન સાથે ઓનલાઈન અપડેટ
- સ્ટેપ 1: સૌથી પહેલા incometax.gov.in/iec/foportal પર જાઓ.
- સ્ટેપ 2: ત્યાર પછી 'Quick Link' સેક્શન પર જાઓ. સ્ક્રીન સ્ક્રોલ કરો અને પછી લીંક આધારના ઓપ્શન પર ક્લિક કરો.
- સ્ટેપ 3: આ પછી પોતાનું નામ નોંધાવો. ત્યાર પછી મોબાઈલ નંબર, આધાર નંબર અને પાનકાર્ડનો નંબર નોંધાવો.
- સ્ટેપ 4: ત્યાર બાદ વેરિફિકેશનના ઓપ્શન પર ક્લિક કરો.
- સ્ટેપ 5: કંટીન્યુ પર ક્લિક કરો.
- સ્ટેપ 6: આ થયા પછી તમારા રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર પર એક OTP આવશે.
- સ્ટેપ 7: આ પછી તમને થોડીક પેનલ્ટી આપી તમારા પાનકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરી દેવામાં આવશે