VIDEO: 'અમને તારા પર ગર્વ રહેશે...', લેફ્ટનન્ટ વિનયના દેહને જોઈને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી પત્ની
Lt. Vinay Narwal Martyred In Pahalgam Terrorist Attack : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં 28 લોકોના મોત નીપજ્યા છે. પહલગામ આતંકી હુમલામાં ભારતીય નૌસેનાના લેફ્ટનન્ટ વિનય નરવાલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. લેફ્ટનન્ટ વિનયના પત્નીએ આજે બુધવારે (23 એપ્રિલ, 2025) ભાવભીની વિદાઈ આપી છે. આ દરમિયાન લેફ્ટનન્ટ વિનયના પત્ની ધ્રૂસકે-ધ્રૂસકે રડે પડે છે અને સેલ્યુટ કરીને જય હિંદ બોલતા કહે છે કે, 'અમને તમારા પર ગર્વ રહેશે.' તમને જણાવી દઈએ કે, લેફ્ટનન્ટ વિનય અને તેમના પત્ની ગત 16 એપ્રિલ, 2025ના રોજ લગ્ન થયા હતા. બંને પતિ-પત્ની હનીમૂન મનાવવા માટે પહલગામ ગયા હતા. તેવામાં ગઈકાલે મંગળવારે આતંકી હુમલો થયો હતો, જેમાં આતંકીઓએ લેફ્ટનન્ટ વિનયને ગોળી મારી હતી. આ ઘટનામાં લેફ્ટનન્ટ વિનયના મૃતદેહ પાસે પત્ની બેઠી હોવાની તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે.
ભારતીય નેવીમાં 26 વર્ષીય લેફ્ટનન્ટ વિનય નરવાલા હરિયાણાના રહેવાસી છે અને હાલ તેમની પોસ્ટિંગ કેરળના કોચ્ચીમાં હતી. તાજેતરમાં લેફ્ટનન્ટ વિનય પોતાના લગ્ન માટે રજા પર આવ્યા હતા. જ્યારે લગ્ન બાદ પોતાની પત્ની હિમાંશી સ્વામી સાથે હનીમૂન માટે કાશ્મીર ગયા હતા. જ્યાં ગઈકાલે મંગળવારે પોતાની પત્ની સામે જ આતંકીઓએ લેફ્ટનન્ટ વિનયની ગોળી મારીની હત્યા કરી હતી. ઘટના બાદ આજે બુધવારે લેફ્ટનન્ટ વિનયના પાર્થીવ દેહને હરિયાણાના કરનાલ સ્થિત પૈત્રિક ગામ લાવવામાં આવ્યા હતા, જ્યાં પત્ની હિમાંશીએ પતિને છેલ્લી સલામ કરી.
આતંકી હુમલામાં 28 લોકોના મોત
જમ્મુ-કાશ્મીરમાં પ્રખ્યાત પર્યટન સ્થળ પહલગામની મુલાકાતે આવેલા પ્રવાસીઓ પર આતંકવાદીઓએ ગઈકાલે મંગળવારે (22 એપ્રિલ, 2025) મોટો હુમલો કર્યો હતો. પાંચ આતંકવાદીઓ ત્યાંના રિસોર્ટમાં ઘૂસી ગયા અને એક પછી એક પ્રવાસીઓ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. આતંકવાદીઓએ પ્રવાસીઓના નામ અને ધર્મ પૂછ્યા પછી તેમને ગોળી ધરબી દીધી. આતંકવાદીઓએ લગભગ 20થી 25 મિનિટ સુધી આ ખૂની ખેલ ખેલ્યો અને પછી જંગલ તરફ નાસી છૂટ્યા. આ હુમલામાં 28 લોકોના મોત થયા. પહલગામમાં થયેલા આ ભયાનક નરસંહાર બાદ લોકોમાં ભયનો માહોલ છે.