PAN નંબરનો આ અક્ષર ખાસ હોય છે, તેને જોઈને તમને ખ્યાલ આવી જશે તેનું રહસ્ય
ક્રેડિટ કાર્ડથી લઈને ટેક્સ સુધી દરેક જગ્યાએ પાન કાર્ડની જરુર પડતી હોય છે
તા. 22 નવેમ્બર 2023, બૂધવાર
PAN Number: પાન કાર્ડ એક ઓળખપત્ર છે, જેમાં એક પરમેનેન્ટ નંબર હોય છે, જેમાં ઘણી મહત્વની જાણકારી હોય છે. આ નંબરોની અંદર રહેલો એક નંબર ઈનકમ ટેક્સ વિભાગ માટે ખાસ મહત્વનો હોય છે. તેને ધ્યાનમાં રાખી વિભાગ દરેક વ્યક્તિને પાન કાર્ડ આપે છે.
મહત્વની વાત એ છે કે, આ ખાસ પ્રકારની માહિતીથી પાન કાર્ડ હોલ્ડર અજ્ઞાત હોય છે. પાન કાર્ડમાં ખરેખર કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હોય છે, તેમજ પાન કાર્ડ પર પ્રિન્ટ કરવામાં આવેલા પરમેનેન્ટ એકાઉન્ટ નંબરનો શું મતલબ હોય છે. આવો સમગ્ર માહિતી વિશે જાણીએ.
ખાસ હોય છે તમારુ પાન કાર્ડ
પાન કાર્ડમાં વ્યક્તિનું નામ અને જન્મ તારીખ દેખાય છે, તમારી અટક (સરનેમ) પણ પાન કાર્ડના નંબરની અંદર છુપાયેલ હોય છે. પાન કાર્ડનો પાંચમો અંક ધારકની સરનેમ દર્શાવે છે. ઈનકમ ટેક્સ વિભાગ પોતાના રેકોર્ડમાં કાર્ડધારકનું માત્ર ઉપનામ જ રાખે છે. માટે આ ડેટા એકાઉન્ટ નંબરની અંદર રહેલી હોય છે. જો કે ટેક્સ વિભાગ આ માહિતીનો ખુલાસો કાર્ડધારકને કરતા નથી.
ક્રેડિટ કાર્ડથી લઈને ટેક્સ સુધી દરેક જગ્યાએ પાન કાર્ડની જરુર પડતી હોય છે
પાન કાર્ડમાં 10 નંબરનો એક યુનિક કોડ હોય છે, તેમા ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ધારકની વિવિધ પ્રકારના માહિતી રહેલી હોય છે. જેમા ટેક્સ પેમેન્ટથી લઈને ક્રેડિટ કાર્ડથી થતી દરેક લેવડ દેવડની જાણકારી ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે પહોચી જતી હોય છે. સરકાર આજે વર્તમાન સમયમાં લગભગ દરેક પ્રોસેસ ડિઝિટલ કરી ચુકી છે, જેમા ઓનલાઈન ઘર બેઠા કરી શકાય છે.