દેશની 5મી સૌથી અમીર મહિલા દિલ ખોલીને કરે છે દાન... છતાં તેમના નામથી સૌકોઈ અજાણ
લીના તિવારી હંમેશા મીડિયાની ચમક અને હેડલાઈન્સથી દૂર જ રહે છે
ભારતના અમીર લોકોના લીસ્ટમાં લીના તિવારીનું નામ 51માં નંબર પર છે
Image Twitter |
તા. 1 સપ્ટેમ્બર 2023, શુક્રવાર
દેશમાં આજથી કેટલાક વર્ષ પહેલા દિકરીઓને ધંધો કે નોકરી તો છોડો પરંતુ અભ્યાસ પુરો કરવામાં પણ મુશ્કેલ હતો પરંતુ આજે સમય ઘણો બદલાઈ ગયો છે. કારણ કે આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં મોટા હોદ્દા પર છે તે સાથે પુરુષોને પણ ટક્કર આપી રહી છે. તો કેટલીક મહિલાઓ નોકરી સાથે સાથે બિઝનેસમાં પણ મોટુ નામ કમાઈ છે. આ લિસ્ટમાં એક નામ છે લીના તિવારીનું છે જે તમે કદાચ પહેલીવાર સાંભળ્યુ હશે. કારણ કે જ્યારથી દેશની સૌથી અમીર મહિલાઓની વાત કરીએ તો લોકો જીભ પર રેખા ઝુનઝુનવાળા, સાવિત્રી જિંદલ, કિરણ મજુમદાર શો સહિત અન્ય મહિલાઓના નામ પહેલા આવે છે.
કોણ છે આ લીના તિવારી ?
લીના તિવારી ફાર્મા કંપની યુએસવી ઈન્ડિયાની ચેરમેન છે. આ વર્ષે એપ્રિલમાં જાહેર કરેલા ફોર્બ્સના લિસ્ટ પ્રમાણે તે ભારતની 5મી સૌથી અમીર મહિલા છે. આ કંપનીની સ્થાપના 1961માં તેમના પિતા સ્વ. વિઠ્ઠલ ગાંધીએ રેવલોન સાથે મળીને કરી હતી. 65 વર્ષીય વુમન એન્ટરપ્રિન્યોર લીના તિવારી 2022માં ફોર્બ્સના લિસ્ટમાં ભારતના સૌથી અમીર લોકોના લિસ્ટમાં 51માં નંબર પર સ્થાન મેળવ્યું હતું.
તેમનું નેટવર્થ 3.5 બિલિયન ડોલર એટલે કે 28000 કરોડથી વધારે
લીના તિવારીની કંપની યુએસવી ફાર્માસ્યુટિકલ સામગ્રી (API) ઈંજેક્ટેબલ્સ અને બાયોસિમિલર દવાઓ બનાવે છે. આ કંપની ડાયાબિટીસની દવા બનાવવા વાળી ભારતની ટોપની 3 કંપનીઓમાંથી એક છે. એક રિપોર્ટ પ્રમાણે તેમનું નેટવર્થ 3.5 બિલિયન ડોલર એટલે કે 28000 કરોડથી વધારે છે. તેની સાથે સાથે તેની સંપત્તિ બાબતે જોઈએ તો રાધા વેમ્બુ, કિરણ મજુમદાર શો અને ફાલ્ગુની નાયરથી આગળ છે.
2021માં તેમણે હેલ્થકેર સેક્ટરમાં 24 કરોડનું દાન કર્યુ હતું.