VIDEO: જયપુરમાં ગેસ પ્લાન્ટમાં લીકેજ, ધુમાડાના ગોટેગોટાથી ભયનો માહોલ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે
Jaipur Gas Leakage : રાજસ્થાનના જયપુરમાં ગેસ ફિલિંગ પ્લાન્ટમાં લીકેજ થતાં નાસભાગ મચી છે. અહીં આસપાસ ધુમાડાના ગોટેગોટા ઉડતા ડરનો માહોલ ઉભો થયો છે. આ પ્લાન્ટ સીકર રોડ નંબર-18 પર આવેલો છે અને ત્યાં ટાંકીઓમાં કાર્બન ડાઈઓક્સાઈડ ગેસ ભરવાનું કામ થાય છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સિવિલ ડિફેન્સની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે.
દિલ્હી-જયપુર હાઈવે પર મિથેલ ઓઈલ ટેન્કર પલટ્યું હતું
ગત શનિવારે જયપુરમાં દિલ્હી-જયપુર હાઈવે પર એક મિથેલ ઓઈલ ટેન્કર પલટી ગયું હતું. આ દુર્ઘટના બાદ ઘટનાસ્થળી એક કિલોમીટર સુધીનો એરિયા ખાલી કરાવવો પડ્યો હતો. તાજેતરની ઘટનામાં ટેન્કર લીકેજ થતાં વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. જયપુરથી લગભગ 20 કિલોમીટર દૂર ચંદવાજીના સેવન માતા મંદિર પાસે આ ઘટના બની હતી, જેમાં જયપુરથી અનેક ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી. ઘટના સ્થળે સિવિલ ડિફેન્સ ટીમને પણ તહેનાત કરવામાં આવી હતી. ગેસ લીકેજને રોકવા માટે પાણીનો મારો પણ કરવામાં આવ્યો હતો.
ગત સપ્તાહે જયપુરમાં ઓઈલ ટેન્કરના કારણે 15થી વધુના મોત
આ પહેલા રવિવારે ગુજરાતના ભરૂચ જિલ્લા સ્થિત દહેજમાં એક કેમિકલ પ્લાન્ટમાં ગેસ લીકેજ થવાથી ઝેરી ધૂમાળો ફેલાયો હતો. આ ઘટનામાં ચાર કર્મચારીઓના મોત થયા હતા. કંપનીએ કહ્યું હતું કે, ચારોને તાત્કાલીક સારવાર અર્થે ખસેડાયા હતા, જોકે તેમેન બચાવી શકાયા ન હતા. કંપનીએ મૃતકોના પરિવારજનોને 30 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત કંપનીએ વીમનો લાભ અને પેન્ડિંગ પગારની પણ ચૂકવણી કરશે.