VIDEO: પ્રજાસત્તાક દિવસ પર પહેલીવાર ચાર એલસીએ તેજસની ઉડાન, ભારતીય સેનાની વધશે તાકાત
એલસીએ તેજસ લડાકુ વિમાન 50 હજાર ફૂટની ઊંચાઈએ ઉડી શકે છે
LCA Tejas Fighter Jet: પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન કર્તવ્ય પથ પર ચાર એલસીએ તેજસ લડાકુ વિમાન પ્રથમ વખત ઉડાન ભરી હતી. હાલમાં તેજસ લડાકુ વિમનની બે સ્ક્વોડ્રન છે. એકનું નામ ફ્લાઈંગ ડેગર્સ અને બીજી ફ્લાઈંગ બુલેટ છે.
તેજલ દુશ્મનોના રડારમાં આવતું નથી
લડાકુ વિમાન તેજસનું કદ નાનું છે, તેથી હાલમાં વિશ્વની કોઈપણ રડાર સિસ્ટમ તેજસને લડાકુ વિમાનની શ્રેણીમાં રાખતું નથી. તેથી તેજલ દુશ્મનના રડારમાં ફસાતું નથી. તેજસની લંબાઈ 43.4 ફૂટ, ઊંચાઈ 14.5 ફૂટ અને પાંખીયા 26.11 ફૂટ છે. તેજસની મહત્તમ ઝડપ 1980 કિમી/કલાક છે. એટલે કે અવાજની ગતિ કરતાં દોઢ ગણી વધારે અને કુલ રેન્જ 1850 KM છે. તેજસ 50,000 ફૂટની ઊંચાઈએ ઉડી શકે છે અને ફ્યૂલ ક્ષમતા 2458 કિલોની છે.
એલસીએ તેજસની કોકપીટ કાચની બનેલી છે. તેજસની કાચની કોકપીટ પાયલોટને ચારેબાજુ જોવાનું સરળ રહે છે. તેજસ વિશ્વભરના અન્ય વિમાનો કરતાં સસ્તું છે. તેમાં ક્વાડ્રુપ્લેક્સ ફ્લાય બાય વાયર ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમ છે. તેજસમાં આઠ હાર્ડપોઈન્ટ છે. એટલે કે આઠ અલગ-અલગ પ્રકારના હથિયારોનો ઉપયોગ કરી શકાય છે. S-8 રોકેટના પોડ્સ લગાવી શકાય છે. હવાથી હવા હુમલો કરતી મિસાઈલ R-73, I-Derby, Python-5થી સજ્જ છે. ભવિષ્યમાં ASRAAM, Astra Mark 1 અને R-77 ઇન્સ્ટોલ કરવાની યોજના છે. હવાથી જમીન પર હુમલો કરતી મિસાઈલ Kh-59ME, Kh-59L, Kh-59T, AASM-Hammerથી સજ્જ છે અને BrahMos-NG ALCM ઇન્સ્ટોલ કરવાની યોજના છે.
ભારતીય સેનાને કેટલા તેજસ વિમાનની જરૂર છે?
ભારતીય વાયુસેનાને 180 તેજસ લડાકુ વિમાનની જરૂર છે. 83 LCA Mark1A માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. એરફોર્સ વધુ 97 લડાકુ વિમાન ખરીદશે. ભારતીય વાયુસેના માર્ક 1A પહેલા 123 તેજસ વિમાનની માગ કરી હતી. જેમાંથી 30 જેટલા લડાકુ વિમાનની ડિલિવરી કરવામાં આવી છે. બાકીના 83 તેજસ માર્ક-1A હશે, જે 2024થી 2028 વચ્ચે આપવામાં આવશે. અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ઈંગ્લેન્ડ, ચેક રિપબ્લિક, બ્રાઝિલ, દક્ષિણ કોરિયા, રશિયા, ચીન, ઈટાલી અને રોમાનિયા પાસે પણ લડાકુ વિમાનો છે.