Get The App

ડરાવવું-ધમકાવવું એ કોંગ્રેસની સંસ્કૃતિ છે, ચીફ જસ્ટિસને 600 વકીલોના પત્ર મુદ્દે PM મોદીના પ્રહાર

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News
ડરાવવું-ધમકાવવું એ કોંગ્રેસની સંસ્કૃતિ છે, ચીફ જસ્ટિસને 600 વકીલોના પત્ર મુદ્દે PM મોદીના પ્રહાર 1 - image


Lawyers letter to CJI Chandrachud:  દેશભરના 600 વકીલોએ CJIને પત્ર લખ્યો છે, આ પત્રને ટાંકીને પીએમ મોદીએ કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે, બીજાને ડરાવવાની કોંગ્રેસની જૂની સંસ્કૃતિ છે, તેથી જ 140 કરોડ ભારતીયો કોંગ્રેસ પાર્ટીને નકારી રહ્યા છે..

શું છે મામલો?

વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે સહિત દેશભરના 600થી વધુ વકીલોએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડને પત્ર લખીને ન્યાયપાલિકા પર સવાલ ઉઠાવવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. વકીલોએ આ પત્રમાં લખ્યું છે કે, એક ગ્રુપ ન્યાયિક ચુકાદાને પ્રભાવિત કરવા માટે દબાણની રણનીતિ અપનાવી રહ્યું છે. તે ખાસ કરીને રાજનીતિક હસ્તીઓ અને ભ્રષ્ટાચારો સાથે સબંધિત મામલે વધુ જોવા મળી રહ્યું છે. તેમનો તર્ક છે કે, આ કાર્યવાહીઓ લોકતાંત્રિક માળખા અને ન્યાયિક પ્રક્રિયામાં રાખવામાં આવેલા ભરોસા માટે ખતરો ઊભો કરે છે. જેનાથી તેઓ ચિંતિત છે. 

પત્ર લખનારાઓમાં વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે, પિંકી આનંદ, મનન કુમાર મિશ્રા, હિતેશ જૈન જેવા જાણીતા વકીલોનો સમાવેશ થાય છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે ન્યાયતંત્રની સંપ્રભુતા અને સ્વાયત્તતા પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પીએમ મોદીએ કોંગ્રેસને આડે હાથ લીધી 

દેશભરના જાણીતા વકીલોએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને પત્ર લખ્યો છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને આડે હાથ લીધી છે. તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પત્રની કોપી રીપોસ્ટ કરી અને લખ્યું કે, 'બીજાને ડરાવવા એ કોંગ્રેસની જૂની સંસ્કૃતિ છે. લગભગ 50 વર્ષ પહેલા કોંગ્રેસે બેશરમપણે પોતાના હિતોને દુનિયા સમક્ષ મૂક્યા હતા. પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પાર્ટી કોઈ પણ રીતે દેશને પ્રતિબદ્ધ કરવા માંગતી નથી.'

140 કરોડ ભારતીયો કોંગ્રેસને નકારી રહ્યા છે 

પીએમ મોદીએ પોતાની એક્સ પોસ્ટમાં લખ્યું છે કે, પાંચ દાયકા પહેલા કોંગ્રેસ પાર્ટીએ 'કમિટેડ જ્યુડિશિયરી' માટે હાકલ કરી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ બેશરમપણે પોતાના સ્વાર્થ માટે અન્ય લોકો પાસેથી પ્રતિબદ્ધતા માંગે છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્ર પ્રત્યેની કોઈપણ પ્રતિબદ્ધતાને ટાળે છે. વડાપ્રધાને કહ્યું કે હવે 140 કરોડ ભારતીયો તેમને નકારી રહ્યા છે તેમાં કોઈ આશ્ચર્ય નથી.

ડરાવવું-ધમકાવવું એ કોંગ્રેસની સંસ્કૃતિ છે, ચીફ જસ્ટિસને 600 વકીલોના પત્ર મુદ્દે PM મોદીના પ્રહાર 2 - image



Google NewsGoogle News