Get The App

NCP નેતા બાબા સિદ્દિકીની હત્યા લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા કરાઇ, સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
Baba Siddique Case


Baba Siddique Murder Case: મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP - અજિત પવાર)ના કદાવર નેતા બાબા સિદ્દિકીની શનિવારે (12મી ઓક્ટોબર) ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે ચાર લોકોને સોપારી આપીને ઘટનાને અંજામ આપ્યાનો દાવો કરાયો હતો. ત્યારે હવે લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા આ હત્યાની જવાબદારી સ્વીકારી લેવામાં આવી છે. આ મામલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ કરવામાં આવી હતી. જોકે હજુ સુધી આ પોસ્ટની પુષ્ટી થઇ શકી નથી. તપાસ એજન્સીઓ એવો દાવો પણ કરે છે કે આ તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ પણ હોઈ શકે છે. 

NCP નેતા બાબા સિદ્દિકીની હત્યા લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા કરાઇ, સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો 2 - image

પોસ્ટમાં શું લખ્યું છે? 

જોકે હજુ તપાસ એજન્સીઓ આ પોસ્ટને વેરિફાઈ કરવાના પ્રયાસો કરી રહી છે. આ પોસ્ટમાં લખ્યું છે કે, 'સલમાન ખાન અમે તારી જોડે યુદ્ધ કરવા માગતા નહોતા પણ તે અમારા ભાઈનું નુકસાન કરાવ્યું. પોસ્ટમાં દાઉદ અને બાબા સિદ્દિકીનો ઉલ્લેખ કરાયો છે. સાથે જ એમાં લખ્યું છે કે અમારી કોઈની સાથે દુશ્મની નથી પણ જે સલમાન ખાન અને દાઉદ ગેંગની હેલ્પ કરશે તેણે પોતાનો હિસાબ કિતાબ રાખવો પડશે.'

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં કાયદો વ્યવસ્થા સંપૂર્ણપણે ધ્વસ્ત...' બાબા સિદ્દીકીની હત્યા પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા


લોરેન્સ બિશ્નોઈ દાઉદ ઈબ્રાહિમના રસ્તે

NIAએ ગેંગસ્ટર ટેરર​ કેસમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બરાડ સહિત અનેક નામચીન ગેંગસ્ટરો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. NIAએ તેની ચાર્જશીટમાં કહ્યું છે કે 'લોરેન્સ બિશ્નોઈ અને તેની આતંકી સિન્ડિકેટ અભૂતપૂર્વ રીતે ફેલાઈ ગઈ છે. દાઉદ ઈબ્રાહિમે જે રીતે 90ના દાયકામાં નાના-નાના ગુના કરીને પોતાનું નેટવર્ક સ્થાપ્યું હતું તે રીતે લોરેન્સે પણ પોતાનું નેટવર્ક સ્થાપ્યું છે. દાઉદ ઈબ્રાહિમે ડ્રગ્સ સ્મગલિંગ, ટાર્ગેટ કિલિંગ, ખંડણી રેકેટ દ્વારા પોતાનું સામ્રાજ્ય બનાવ્યું અને પછી તેણે ડી કંપની બનાવી. પછી તેણે પાકિસ્તાની આતંકવાદીઓ સાથે ગઠબંધન કર્યું અને પોતાનું નેટવર્ક વિસ્તાર્યું. જ્યારે દાઉદ ઈબ્રાહિમ અને ડી કંપનીની જેમ બિશ્નોઈ ગેંગે પણ નાના ગુનાઓથી શરૂઆત કરી હતી. પછી તેણે પોતાની ગેંગ બનાવી. હવે બિશ્નોઈ ગેંગે ઉત્તર ભારત પર કબજો જમાવી લીધો છે.’

NCP નેતા બાબા સિદ્દિકીની હત્યા લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા કરાઇ, સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો 3 - image


Google NewsGoogle News