'મને ગેંગસ્ટર કે આતંકવાદી ન કહેવામાં આવે', લોરેન્સ બિશ્નોઈએ અમદાવાદની સ્પેશિયલ NIA કોર્ટમાં કરી અરજી

લોરેન્સ બિશ્નોઈના નામે 150થી વધુ ફેસબુક એકાઉન્ટ, વકીલે કરી દલીલ

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
'મને ગેંગસ્ટર કે આતંકવાદી ન કહેવામાં આવે', લોરેન્સ બિશ્નોઈએ અમદાવાદની સ્પેશિયલ NIA કોર્ટમાં કરી અરજી 1 - image


લોરેન્સ બિશ્નોઈએ અમદાવાદની સ્પેશીયલ NIA કોર્ટમાં એક અરજી કરી હતી. આ અરજી તેને ગેંગસ્ટર કે આંતકવાદી ન કહેવાને સંદર્ભે કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, અત્યાર સુધીમાં કોઈ પણ કેસમાં તે દોષિત જાહેર થયો નથી અને તે વિદ્યાર્થી સંગઠનના સમયથી જેલમાં છે તો આ કારણે તેને ગેંગસ્ટર કે આંતકવાદી કહી સંબોધવું ખોટું છે. જોકે, હજુ સુધી આ મામલે પોલીસ કે સરકાર તરફથી કોઈ જવાબ આવ્યો નથી. સરકારના વકી દ્વારા 25 સપ્ટેમ્બર સુધીનો સમય માગવામાં આવ્યો છે.

લોરેન્સ બિશ્નોઈના નામે 150થી વધુ ફેસબુક એકાઉન્ટ

વકીલે કેનેડામાં ગેંગસ્ટર સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનાકેની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈના ફેસબુક એકાઉન્ટના દાવાને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે. લોરેન્સ બિશ્નોઈના વકીલ આનંદ બ્રહ્મભટ્ટનું કહેવું છે કે, લોરેન્સ બિશ્નોઈના નામે 150થી વધુ ફેસબુક એકાઉન્ટ છે.

વકીલે પોલીસ પ્રશાસન પર પણ ઉઠાવ્યા સવાલો 

લોરેન્સ બિશ્નોઈના વકીલ આનંદ બ્રહ્મભટ્ટે તો એમ પણ કહ્યું કે, હવે તો 800 રૂપિયામાં એકાઉન્ટ વેરિફિકેશન કરી શકાય છે, જેલમાં હોય તે વ્યક્તિ કોઈની હત્યા કેવી રીતે કરી શકે. આ તમામ દાવા ખોટા છે અને જો લોરેન્સને જેલમાં અન્ય કોઈ સુવિધા આપવામાં આવી રહી હોય તો પોલીસ પ્રશાસને તેના વિશે સત્તાવાર નિવેદન આપવું જોઈએ. જો આ વાત સાચી હોય તો આવા અધિકારીને સસ્પેન્ડ કરવા જોઈએ.


Google NewsGoogle News