Get The App

લોરેન્સ બિશ્નોઇ ગેંગે પપ્પુ યાદવને મારી નાખવાની ધમકી આપી

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
લોરેન્સ બિશ્નોઇ ગેંગે પપ્પુ યાદવને મારી નાખવાની ધમકી આપી 1 - image


- પપ્પુ યાદવને સલમાનના કેસથી અલગ રહેવાની પણ સલાહ

- સલમાનને બિશ્નોઇ ગેંગથી રક્ષણનું આશ્વાસન આપ્યાના કલાકોમાં પપ્પુ યાદવે વાય કેટેગરીની સુરક્ષા માગી

પટણા : બિહારના પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. રિપોર્ટ અનુસાર આ ધમકી લોરેન્સ બિશ્નોઇ ગેંગ તરફથી આપવામાં આવી છે. પપ્પુ યાદવે તાજેતરમાં જ લોરેન્સ બિશ્નોઇ ગેંગને નિશાન બનાવી હતી.  તેમણે જણાવ્યું હતું કે જો મને છૂટ આપવામાં આવે તો તે લોરેન્સ બિશ્નોઇ ગેંગને ૨૪ કલાકની અંદર સમાપ્ત કરી દે. પપ્પુ યાદવે આ નિવેદન મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન બાબા સિદ્દીકીની હત્યા પછી આવ્યું હતું. 

હવે પપ્પુ યાદવને ધમકીભર્યો કોલ કરનારે દાવો કર્યો છે તે સતત પપ્પુ યાદવની રેકી કરી રહ્યો છે અને તેને મારી નાખશે. આટલુ જ નહીં પપ્પુ યાદવને સલમાન ખાન કેસથી અલગ રહેવાની સલાહ આપવામાં આવી છે. 

ધમકી આપનારે દાવો કર્યો છે કે લોરેન્સ બિશ્નોઇ જેલમાં એક લાખ રૂપિયા પ્રતિ કલાક ચૂકવીને ઝામર બંધ કરાવી પપ્પુ યાદવથી વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે પણ પપ્પુ યાદવ ફોન ઉપાડી રહ્યો નથી. 

ધમકી આપનારે પોતાને લોરેન્સ બિશ્નોઇ  ગેંગનો હોવાનો દાવો કર્યો છે. પપ્પુ યાદવને આ ધમકી વોટ્સએપ કોલના માધ્યમથી આપવામાં આવી છે. 

આ દરમિયાન પપ્પુ યાદવે બિહારના ડીજીપી પાસે સુરક્ષાની માંગ કરી છે. તેમણે પૂર્ણિયાના આઇજીને પણ આ ધમકીની માહિતી આપી છે. આ ઉપરાંત તેમણે ગૃહ પ્રધાન અમિત શાહને પણ વાત કરી છે. 


Google NewsGoogle News