Get The App

લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર તવાઈ, પંજાબ સહિત અનેક રાજ્યોમાંથી 7 શૂટર્સની ધરપકડ, દિલ્હી પોલીસની કાર્યવાહી

Updated: Oct 25th, 2024


Google NewsGoogle News
લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર તવાઈ, પંજાબ સહિત અનેક રાજ્યોમાંથી 7 શૂટર્સની ધરપકડ, દિલ્હી પોલીસની કાર્યવાહી 1 - image


Lawrence Bishnoi Pan India Case Update: લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે પેન ઈન્ડિયા કાર્યવાહીમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને મોટી સફળતા મળી છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના 7 શૂટર્સની ધરપકડ કરવામાં આવી છે. પંજાબ અને અન્ય રાજ્યમાંથી તમામ શૂટર્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે શૂટર્સ પાસેથી હથિયારો પણ જપ્ત કર્યાં છે. 

આ પહેલાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ પણ કાર્યવાહી કરી હતી. NIAએ લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈ પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. અનમોલ બિશ્નોઈ ઉર્ફે ભાનુ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ છે. તે સિંગર-રાજનેતા સિદ્ધુ મુસેવાલાની હત્યાનો આરોપી પણ છે.

આ પણ વાંચોઃ લોરેન્સ બિશ્નોઈ પર NIAનો સકંજો, તેના ભાઈ અનમોલ સામે 10 લાખનું ઈનામ જાહેર કર્યું

અનમોલ બિશ્નોઈ પર 18 કેસ

વર્ષ 2023માં તપાસ એજન્સીએ તેની સામે ચાર્જશીટ દાખલ કરી હતી. મળતી માહિતી મુજબ, નકલી પાસપોર્ટ પર તે ભારતથી ભાગી ગયો હતો. અનમોલ બિશ્નોઈ કથિત રીતે પોતાના ઠેકાણા બદલતો રહે છે અને ગત વર્ષે તે કેન્યા અને આ વર્ષે કેનેડામાં જોવા મળ્યો હતો. અનમોલ બિશ્નોઈ સામે 18 ફોજદારી ગુના નોંધાયેલા છે. તે જોધપુર જેલમાં સજા કાપી ચુક્યો છે. અનમોલને 7 ઓક્ટોબર 2021ના દિવસે જામીન પર છોડવામાં આવ્યો હતો.

બાબા સિદ્દિકી મર્ડર કેસમાં આવ્યું નામ 

બાબા સિદ્દિકીની હત્યા મામલે તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની આરોપી સાથે પૂછપરછમાં સામે આવ્યું હતું કે, શૂટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ સાથે સંપર્કમાં હતાં. હત્યા કરનાર શંકાસ્પદ ત્રણ શૂટરોની હત્યા પહેલાં એક ઇન્સટન્ટ મેસેજિંગ એપ (સ્નેપચેટ) દ્વારા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ સાથે વાતચીત કરી હતી.

આ પણ વાંચોઃ સલમાન બ્લેન્ક ચેક લઈને બિશ્નોઈ સમાજ પાસે આવ્યો હતો...' લોરેન્સ બિશ્નોઈના ભાઈનો દાવો

અનમોલ બિશ્નોઈ એક શૂટર અને પ્લાનિંગના માસ્ટર માઇન્ડ પ્રવીણ લોનકરના સંપર્કમાં હતો. અનમોલ કેનેડા અને અમેરિકાના આરોપીઓના સંપર્કમાં હતો. એનસીપી નેતા બાબા સિદ્દિકીની દશેરાની રાત્રે મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. આ મામલે અત્યાર સુધીમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે 11 લોકોની ધરપકડ કરી છે.



Google NewsGoogle News