Get The App

લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરિકામાં ધરપકડ, પ્રત્યાર્પણ પ્રક્રિયા શરૂ

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરિકામાં ધરપકડ, પ્રત્યાર્પણ પ્રક્રિયા શરૂ 1 - image


Anmol Bishnoi Arrested : દેશમાં ખળભળાટ મચાવનાર ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi)ના ભાઈ અનમોલ બિશ્નોઈનીની અમેરિકામાં ધરપકડ કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે. કેલિફોર્નિયા પોલીસે અનમોલને કસ્ટડીમાં લઈ લીધો છે. હવે તેનું ભારતમાં પ્રત્યાર્પણ અને ધરપકડ કરવા માટે NIA અને મહારાષ્ટ્ર પોલીસ (Maharashtra Police) સહિત ભારતીય એજન્સીઓએ કામગીરી શરૂ કરી દીધી છે.

મુંબઈ પોલીસે પ્રત્યાર્પણની કાર્યવાહી શરૂ કરી હતી

મુંબઈ પોલીસ (Mumbai Police) ક્રાઈમ બ્રાન્ચે અનમોલને ભારત પ્રત્યાર્પણ કરવાની પ્રક્રિયા શરૂ કર્યા બાદ તેને પોલીસ કસ્ટડીમાં લેવાયો હોવાની માહિતી સામે આવી છે. અનમોલ એનસીપી નેતા બાબા સિદ્દીકીના મોતના કેસ (Baba Siddique Murder Case)માં વોન્ટેડ છે. આ ઉપરાંત અનમોલ ફિલ્મ અભિનેતા સલમાન ખાનના બાંદ્રા સ્થિત નિવાસ્સથાન પર હુમલાના કેસમાં પણ વોન્ટેડ છે.

અનમોલ બાબા સિદ્દીકી હત્યા કેસનો આરોપી

મુંબઈ પોલીસે થોડા દિવસ પહેલા જ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સના નાના ભાઈ અનમોલના પ્રત્યાર્પણ માટે પ્રસ્તાવ મોકલ્યો હતો. અનમોલ બાબા સિદ્દીકી હત્યા કેસ સહિત કેટલાક હાઈપ્રોફાઈલ ગુનાઓમાં આરોપી છે. અનમોલ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવાના કેસમાં મુંબઈ પોલીસની વોન્ટેડ યાદીમાં છે. બે સપ્તાહ પહેલા મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) સંબંધિત કેસોની વિશેષ અદાલતે તેની ધરપકડ માટે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું. ત્યારબાદ અમેરિકાએ અનમોલ પોતાના દેશમાં હોવાનું કહ્યું હતું.

આ પણ વાંચો : દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ફેલાવવા પાછળ દિલ્હી સરકારનો નહીં કેન્દ્રનો વાંક! જાણો AAPના મંત્રીએ શું કહ્યું

અનમોલ પર 10 લાખનું ઈનામ

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ અનમોલની માહિતી આપનારને 10 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. એનઆઈએના બે કેસમાં પણ તેનું નામ છે અને આ બંને કેસ મામલે તેના વિરુદ્ધ વર્ષ 2022માં ચાર્જશીટ કરાઈ છે. અનમોલ લોરેન્સ ગેંગમાં ભાનુ તરીકે ઓળખાય છે. 2012માં પંજાબના અબોહરમાં પહેલીવાર તેની સામે હુમલો, બેટરી અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ કરાયો હતો. અનમોલ પર નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને વિદેશ ભાગવાનો તેમજ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યામાં પણ કથિત રીતે નામ સામેલ હતું.

અનમોલ જોધપુર જેલમાં સજા ભોગવી ચૂક્યો છે

અહેવાલો અનુસાર, અનમોલ બિશ્નોઈ સ્થળ બદલતો રહે છે અને તે વર્ષ 2023માં કેન્યા અને આ વર્ષે કેનેડામાં જોવા મળ્યો હતો.  અનમોલ બિશ્નોઈ સામે 18 ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. તેણે જોધપુર જેલમાં સજા કાપી ચૂક્યો છે. અનમોલને સાતમી ઓક્ટોબર 2021માં જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : રાહુલ ગાંધીએ PM મોદીના નારાની મજાક ઉડાવતા જે.પી.નડ્ડાને આવ્યો ગુસ્સો, આપ્યો વળતો જવાબ


Google NewsGoogle News