One Nation One Election પર કાયદા પંચની બેઠક, POCSO એક્ટમાં બદલાવ અને ઓનલાઇન FIR પર પણ થશે ચર્ચા

કાયદા પંચે One Nation One Election પર એક ડ્રાફ્ટ પહેલાથી જ તૈયાર કર્યો હતો, જેને હવે એક અંતિમ રૂપ આપવાનું બાકી છે

આ બેઠકમાં જ નક્કી કરવામાં આવશે કે ત્રણેય મામલાની ફાઈનલ રીપોર્ટ કાયદા મંત્રાલયને ક્યારે સોપવામાં આવે

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
One Nation One Election પર કાયદા પંચની બેઠક, POCSO એક્ટમાં બદલાવ અને ઓનલાઇન FIR પર પણ થશે ચર્ચા 1 - image


Law Commission of India આજે આ ત્રણ મુદ્દા માટે એક બેઠક કરવાની છે.  જેમાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દો One Nation One Election છે. 22માં લો કમિશનના ચેરમેન ઋતુરાજ અવસ્થીની અધ્યક્ષતામાં બેઠક યોજવા જઈ રહી છે. આ ઉપરાંત આયોગ બેઠકમાં 2 અન્ય મુદ્દાઓ પણ છે. જેમાં POCSO એક્ટ મુજબ સહમતીથી યૌન સંબંધ બનાવવાની ઉંમર મર્યાદા 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવા બાબતે અને ઓનલાઇન FIR સાથે જોડાયેલા માર્ગદર્શન બનાવવાવા અંગે ચર્ચાઓ થશે.

One Nation One Election માટે ડ્રાફ્ટ તૈયાર

આ બેઠકમાં નક્કી કરવામાં આવશે કે આ ત્રણ મામલાઓનો ફાઈનલ રીપોર્ટ કાયદા મંત્રાલયને ક્યારે સોંપવામાં આવશે. જેમાં One Nation One Election માટે એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે જેને હવે એક અંતિમ રૂપ આપવાનું બાકી છે. આ પહેલા 21માં કાયદા પંચના અધ્યક્ષ બી. એસ. ચૌહાને પણ One Nation One Election બાબતે એક રીપોર્ટ તૈયાર કર્યો હતો. આ રિપોર્ટમાં એવું સૂચન કરવામાં આવ્યું હતું કે One Nation One Election લાગુ કરતાં પહેલાં પ્રાથમિક તૈયારીઓ કરવી જોઈએ. આ મુદ્દે રાજકીય પક્ષો સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી.

અંતિમ ચર્ચાની બેઠકમાં સામેલ સભ્યો

સમિતિમાં અંતિમ ચર્ચા કરતા પહેલા જ 21માં કાયદા પંચનો કાર્યકાળ પૂરો થયો હતો. આ પહેલા જ 23 સપ્ટેમ્બરે One Nation One Election બાબતે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાની પેનલે તેમની પ્રથમ બેઠક કરી હતી. આ સમિતિના સભ્યોમાં ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાન, રાજ્યસભાના પૂર્વ નેતા પ્રતિપક્ષ ગુલામ નબી આઝાદ, ફાઈનાન્સ આયોગના 15માં પૂર્વ અધ્યક્ષ એન.કે. સિંહ, લોકસભાના પૂર્વ મહાસચિવ સુભાષ સી. કશ્યપ અને પૂર્વ મુખ્ય વિજીલન્સ કમિશ્નર સંજય કોઠારી સામેલ થયા હતા. 

કાયદા પંચના કાર્યકાળના સમયમાં વધારો 

એક સરકારી રીપોર્ટ અનુસાર પેનલે આ મુદ્દા પર સુચન આપવા માટે કાયદા પંચ અને રાજકીય પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. 22માં કાયદા પંચની રચના ફેબ્રુઆરી 2020માં 3 વર્ષની સમય મર્યાદા માટે કરવામાં આવી હતી. પરતું તેના અધ્યક્ષ, કર્ણાટક હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રિતુ રાજ અવસ્થીની નવેમ્બર 2022માં નિમણૂક કરવામાં આવી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં 22માં કાયદા પંચનો કાર્યકાળ પૂરો થવાનો હતો. પરંતુ કેન્દ્ર સરકારે તેનો કાર્યકાળ 31 ઓગસ્ટ, 2024 સુધી વધારી દીધો છે. 




Google NewsGoogle News