વડાપ્રધાન મોદી દ્વારા રૂ. 4,000 કરોડની પરિયોજનાઓનું કોમીમાં રાષ્ટ્રને લોકાર્પણ

Updated: Jan 18th, 2024


Google NewsGoogle News
વડાપ્રધાન મોદી દ્વારા રૂ. 4,000 કરોડની પરિયોજનાઓનું કોમીમાં રાષ્ટ્રને લોકાર્પણ 1 - image


- પરિયોજનાઓમાં 310 મીટર લાંબો 'ડ્રાય-ડૉક' સમાવિષ્ટ જેમાં આંતરરાષ્ટ્રીય સ્ટીમરો પણ રીપેર થઈ શકશે

કોચી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બુધવારે રાષ્ટ્રને રૂ. ૪,૦૦૦ કરોડની પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું. સાથે કોચીન શિપયાર્ડમાં (CSL માં) મહત્વના પરિવર્તનો કરવાની જાહેરાત કરી.

આ પરિયોજનાઓમાં ૩૧૦ મીટર (આશરે ૧,૦૩૦ ફીટ) લાંબો 'ડ્રાય-ડૉક' પણ સમાવિષ્ટ છે. જેમાં આંતરરાષ્ટ્રીય સ્ટીમરો પણ રીપેર થઈ શકે તેવી સુવિધા છે. આ 'ડ્રાય-ડૉક' ઈકો સીસ્ટીમેન અનુકૂળ રહે તેવો બનાવવામાં આવશે. આ ઉપરાંત ઈન્ડીયન ઓઈલ કંપની દ્વારા મગાવાતા એલ.પી.જી. માટેના 'ઈમ્પાર્ટ ટર્મિનલ'ની પણ અહીં સુવિધા હશે.

આ ઉદઘાટન પૂર્વે કેન્દ્રના બંદરો, વહાણવટાં અને જળમાર્ગ વિભાગ તથા આયુષ વિભાગના મંત્રી સર્વાનંદ સોનોવાલે મંગળવારે કોચીન શિપયાર્ડ લિમિટેડ (સીએસએલ) દ્વારા તૈયાર કરાયેલી આ પરિયોજનાઓ સંબંધી વિગતોની સંપૂર્ણ તપાસ કરી હતી.

સરકારનું માનવું છે કે આગામી ૪ વર્ષમાં કોચીન શિપયાર્ડ લિમિટેડ (સીએસએલ) રૂ. ૭,૦૦૦ કરોડ જેટલું તેનું ટર્ન ઓવર વધારી શકશે. જે 'વર્તમાન ટર્ન ઓવર' (વ્યાપાર) કરતા બમણું હશે.

નિરીક્ષકો કહે છે કે અનેક વિધ્ બંધનોથી મુક્ત ભારત હવે પ્રગતિના પંથે હરણ-ફાળ ભરી રહ્યું છે.


Google NewsGoogle News