મોદી 3.0 નો પ્રારંભ : વૈશ્વિક ઘટનાઓ ભારતની રાજદ્વારી નીતિને નવું સ્વરૂપ આપી શકે તેમ છે
- ભારતના વડાપ્રધાન વૈશ્વિક દક્ષિણનો અવાજ બની રહેશે, સાથે ભારતના વિશ્વ બંધુત્વના અભિગમનો પ્રસાર કરશે
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓના પદના શપથ લીધા પછી લગભગ તુર્તજ તેઓ તેમના વૈશ્વિક કાર્યક્રમમાં વ્યસ્ત બની રહેવાના છે. રાજદ્વારી તેમજ ભૂ-રાજકીય દ્રષ્ટીએ મોદીએ ભારતનું સ્થાન ઘણું ઊંચું લઈ લીધું છે. ભારત અત્યારે વૈશ્વિક દક્ષિણનો અવાજ બની રહ્યું છે. વડાપ્રધાન મોદીએ જ ભારતને વૈશ્વિક દક્ષિણનો અવાજ બનાવ્યું છે. સાથે ભારતમાં વિશ્વ બંધુત્વના અભિગમનો પણ તેઓ પ્રસાર કરી રહ્યા છે.
જૂનની ૧૦-૧૧ ના તારીખ દરમિયાન રશિયાના નિઝની નોવોગોરોડમાં યોજાનારી BRICS દેશોના વિદેશ મંત્રીઓની પરિષદ મોદી-૩ ની સૌથી પહેલી વિદેશી પરિષદની રહેવાની છે. તેમાં બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાયના અને સાઉથ આફ્રિકા સ્થાપક દેશો તરીકે ઉપસ્થિત રહેશે. તે ઉપરાંત ઈજીપ્ત, ઈથોયિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને યુએઈમાં પણ જોડાયા છે. ૧૦-૧૧ જુને યોજાનારી આ પરિષદનું અધ્યક્ષપદ રશિયા સંભાળી રહ્યું છે.
૧૩-૧૫ જુન વડાપ્રધાન ઈટાલીમાં યોજાનારી જી-૭ પરિષદમાં ઉપસ્થિત રહેશે. તેમાં ઈટાલી, કેનેડા, ફ્રાંસ, જર્મની, જાપાન, યુકે, યુએસ અને યુરોપીય યુનિયન ભાગ લેવાના છે. તેમાં વૈશ્વિક આર્થિક અને રાજકીય ઘટનાઓ ઉપર ચર્ચા થશે. જી-૭ ના અધ્યક્ષપદે અત્યારે ઈટાલી છે.
રશિયા-યુક્રેન યુદ્ધમાં શાંતિ સ્થાપવા માટે ૧૫-૧૬ જુને સ્વિત્ઝર્લેન્ડમાં સ્વિપી-મીસ-સમિટ યોજાનારી છે. તેમાં ઉપસ્થિત રહેવા ભારતને આમંત્રણ અપાયું છે. આ શિખર પરિષદમાં યુક્રેન સંબંધી શાંતિ યોજના વિચારવામાં આવશે. તે ઉપરાંત તેમાં બંદરોની સલામતી, ઊર્જા સલામતી અને અપહૃત બાળકોની મુક્તિ પર ચર્ચા થશે.
પ્રમુખ બાયડેને મોદીને અભિનંદ સંદેશો પાઠવ્યા પછી ભારત-અમેરિકાની વ્યુહાત્મક-પ્રાથમિક્તાઓ વિષે વિચારણા કરવા અમેરિકાના રાષ્ટ્રીય સલામતી સલાહકાર જેક સુલિમાન ભારતની મુલાકાતે આવવાના છે અને બંને દેશોની વ્યુહાત્મક પ્રાથમિકતાઓ વિષે ચર્ચા કરશે. કાઝાખસ્તાનમાં યોજાનારી એસ.સી.ઓ. (શાંઘાઈ- કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન) પરિષદમાં ભારત રાજય પર છે. તે મહત્વની ભુમિકા ભજવે તેવી આશ રખાઈ રહી છે.