દેશમાં 227 દિવસ પછી કોરોનાના આવ્યા સૌથી વધુ કેસ, શું નવા વર્ષમાં વધુ એક લહેરની આશંકા?
છેલ્લા 24 કલાકમાં આવ્યા નવા 841 કેસ
અગાઉ 19મેના રોજ સૌથી વધુ 865 કેસ નોંધાયા હતા
image : GIPHY |
Corona updates | દેશમાં કોરોના સંક્રમણના રોજિંદા કેસ હવે સ્વાસ્થ્ય નિષ્ણાતોની ચિંતા વધારવા લાગ્યા છે. છેલ્લા 10 દિવસના આંકડા પર નજર કરીએ તો જાણ થાય છે કે દરરોજના સરેરાશ 500-600 નવા કેસ સામે આવી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા આંકડા પણ ડરામણાં હતા.
કેટલાં કેસ આવ્યાં 24 કલાકમાં?
માહિતી અનુસાર છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 841 કેસ નોંધાયા હતા. આ આંકડો છેલ્લાં 227 દિવસો પછી સર્વોચ્ચ હતો. તેની સાથે એક્ટિવ કેસની સંખ્યા પણ વધીને 4309 પર પહોંચી ગઇ છે. અગાઉ 19મેના રોજ સૌથી વધુ 865 કેસ નોંધાયા હતા.
2019માં શરૂ થઇ હતી મહામારી
ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં કોરોના મહામારીની શરૂઆત થઈ હતી અને તેને હવે ચાર વર્ષ વીતી ગયા છે પણ તેનું જોખમ હજુ ઘટવાનું નામ લઈ રહ્યું નથી. ચાર વર્ષોમાં દેશભરમાં 4.5 કરોડથી વધુ લોકો સંક્રમિત થયા હતા અને 5.3 લાખથી વધુ મૃત્યુ થયા. હવે સ્વાસ્થ્ય નિષ્ણાતો તાજેતરના વધતા જતાં સંક્રમણના કેસ માટે કોરોનાના નવા JN.1 વેરિયન્ટને મુખ્ય કારણ માની રહ્યા છે. અભ્યાસમાં તેનો સંક્રામકતા દર વધુ જણાવાયો છે.