Get The App

UPA સરકારે જ કરી હતી ભલામણ: લેટરલ એન્ટ્રી મુદ્દે અશ્વિની વૈષ્ણવનો રાહુલ ગાંધીને જવાબ

Updated: Aug 19th, 2024


Google NewsGoogle News
RAHUL GANDHI


Lateral entry row : કેન્દ્ર સરકારમાં અધિકારીઓના 45 પદો પર લેટરલ એન્ટ્રી મુદ્દે વિપક્ષ દ્વારા સરકાર પર અનામત ખતમ કરવાનો ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે UPSCની જગ્યાએ RSSથી ભરતી થઈ રહી છે અને સરકાર અનામત ખતમ કરી રહી છે. 

સરકારનો જવાબ 

આ આરોપો પર સરકાર તરફથી રેલવે મંત્રીએ જવાબ આપ્યો છે. અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયામાં એક પોસ્ટના માધ્યમથી જવાબ આપતા કહ્યું છે કે લેટરલ એન્ટ્રી પર કોંગ્રેસ પાખંડ કરી રહી છે. આ વ્યવસ્થા તો કોંગ્રેસ જ લઈને આવી હતી.

અશ્વિની વૈષ્ણએ કહ્યું છે, કે 'યુપીએ સરકારના સમયમાં જ લેટરલ એન્ટ્રીની ભલામણ કરવામાં આવી હતી. NDA સરકારે પારદર્શકતા સાથે ભલામણને લાગુ કરી છે. ભરતી UPSC દ્વારા જ થશે.' 

શું છે આ લેટરલ એન્ટ્રી? 

IAS-IPS જેવા અધિકારી બનવા માટે ઉમેદવારો USPCના માધ્યમથી પરીક્ષા આપે છે. જોકે લેટરલ એન્ટ્રીના માધ્યમથી દેશના ઉચ્ચ પદો પર પ્રાઇવેટ ક્ષેત્રમાંથી વિશેષજ્ઞોની સીધી ભરતી સરકાર કરી શકે છે જેને લેટરલ એન્ટ્રી કહેવાયમાંઆ આવે છે. સરકાર લેટરલ એન્ટ્રીના માધ્યમથી મંત્રાલયોના સંયુક્ત સચિવ, ડાયરેક્ટર, ઉપસચિવની નિયુક્તિ કરે છે. 

રાહુલ ગાંધીએ કયા ગંભીર આરોપ લગાવ્યા હતા? 


Google NewsGoogle News