FASTag KYC કરવા માટે છેલ્લો દિવસ, અપડેટ નહીં કરાવો તો થશે મુશ્કેલી, આવી રીતે કરો પ્રોસેસ
31 જાન્યુઆરી પછી, KYC નથી તેવા ફાસ્ટેગ ડીએક્ટીવ થશે
લગભગ સાત કરોડ ફાસ્ટેગ જારી કરવામાં આવ્યા છે, પરંતુ માત્ર ચાર કરોડ જ સક્રિય છે
FASTag kyc: જો તમે તમારી કારમાં લગાવેલા ફાસ્ટેગ માટે KYC નથી કર્યું તો તમારી સમસ્યાઓ વધી શકે છે. NHAIએ માહિતી આપી છે કે જે ગ્રાહકોએ હજુ સુધી તેમનું ફાસ્ટેગ KYC કરાવ્યું નથી, તેમના ફાસ્ટેગને ડીએક્ટીવ કરી દેવામાં આવશે અને 31 જાન્યુઆરી પછી બેલેન્સ ક્લિયર થયા પછી પણ બ્લેકલિસ્ટ કરવામાં આવશે. હવે માત્ર કાલનો એક જ દિવસ બાકી છે. જો ફાસ્ટેગ એક્ટીવ કરવાવું હોય તો ફટાફટ આ પ્રોસેસ જોઈ લો.
NHAI એ કાર્ય નિયમોમાં ફેરફાર
લાંબા સમયથી ફાસ્ટેગ સંબંધિત અનિયમિતતાઓને કારણે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. NHAI એ જાહેરાત કરી છે કે જેમના ફાસ્ટેગના KYC પૂર્ણ નથી, તો આવા તમામ ફાસ્ટેગને 31 જાન્યુઆરી પછી બેંક દ્વારા ડીએક્ટીવ અથવા બ્લેકલિસ્ટ કરવામાં આવશે, પછી ભલે તેમાં બેલેન્સ હોય. તો જોઈએ ફાસ્ટેગ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું અને KYC અપડેટ કરવું.
આ રહેશે પ્રોસેસ
- સૌથી પહેલા તો https//fastag. ihmcl.com/ પર જવું
- ત્યારબાદ login બટન પર ક્લિક કરવું
- પછી તમારો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને પાસવર્ડની ડીટેલ્સ આપવી
- જેથી વેરીફીકેશન માટે OTP જનરેટ થશે
- ત્યારબાદ લોગિન કરીને ડેશબોર્ડ પર My Profile પર ક્લિક કરવું
- My Profile માં તમને ફાસ્ટેગનું KYC સ્ટેટસ અને પ્રોફાઈલ ડીટેલ્સ મળી જશે
- જો KYC પૂર્ણ ન હોય તો KYC સબ સેક્શન પર જાઓ
- ત્યાં તમારે આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ અને ફોટો જેવી જરૂરી માહિતી સબમિટ કરવાની રહેશે
- આ પછી સબમિટ ઓપ્શન પર ક્લિક કરો
ફાસ્ટેગ KYC પૂર્ણ કરવા માટે જરૂરી દસ્તાવેજો
- વાહન નોંધણી પ્રમાણપત્ર
- ઓળખ પુરાવો
- સરનામાનો પુરાવો
- એક પાસપોર્ટ સાઇઝનો ફોટો
- ઓળખ અને સરનામાના પુરાવા તરીકે પાસપોર્ટ, મતદાર આઈડી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ અને પાન કાર્ડમાંથી કોઈપણ એકનો ઉપયોગ કરી શકાય છે