એરફોર્સ અગ્નિવીરવાયુ ભરતી માટે અરજી કરવાની તારીખ લંબાવાઈ
હવે ઉમેદવારો IAF અગ્નિવીરવાયુ વાયુ ભરતી માટે 11 ફેબ્રુઆરી, 2024 સુધી અરજી કરી શકશે.
ફી જમા કરાવવા માટે 11 ફેબ્રુઆરી 2024 સુધીનો સમય આપવામાં આવ્યો
Image Twitter |
IAF Agniveervayu Recruitment 2024: ભારતીય વાયુ સેનાએ IAF અગ્નિવીરવાયુ ભરતી 2024 માટે અરજી કરવાની તારીખ લંબાવી છે. જો તમે અરજી કરવા ઈચ્છો છો, પરંતુ કોઈ કારણથી હજુ સુધી ફોર્મ ભરી શક્યા નથી તો તમારા માટે અરજીની વધુ એક તક મળી છે. તેના માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો IAF અગ્નિવીરવાયુની અધિકૃત વેબસાઈટ agnipathvayu.cdac.in પર જઈને પોતાનું અરજી ફોર્મ ભરી શકે છે.
કઈ તારીખ સુધી કરી શકશો અરજી
ભારતીય વાયુસેનાની IAF અગ્નિવીર વાયુ ભરતી માટે નોંધણી કરવાની તારીખ લંબાવવામાં આવી છે. હવે ઉમેદવારો IAF અગ્નિવીરવાયુ વાયુ ભરતી માટે 11 ફેબ્રુઆરી, 2024 સુધી અરજી કરી શકશે. તેમજ ફી જમા કરાવવા માટે 11 ફેબ્રુઆરી 2024 સુધીનો સમય આપવામાં આવ્યો છે.
ક્યારે હશે પરીક્ષા
IAF અગ્નિવીર વાયુ ભરતી માટે માટે ઓનલાઈન પરીક્ષા 17 માર્ચ, 2024ના રોજ યોજાશે. અરજી કરવાની આજે છેલ્લી તારીખ છે, એટલે અત્યારે રજીસ્ટ્રેશન કરી લો.
યોગ્યતા
IAF અગ્નિવીર વાયુ ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ ઇન્ટરમીડિયેટ 10+2 અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
વયમર્યાદા
અરજી કરનાર ઉમેદવારનો જન્મ 2 જાન્યુઆરી 2004થી 2 જુલાઈ 2007ની વચ્ચે થયેલો હોવો જોઈએ. આ ઉપરાંત જો કોઈ ઉમેદવાર પસંદગી માટેના દરેક તબક્કામાં પાસ થાય છે, તો ઉમેદવારની જન્મતારીખ પ્રમાણે તેની ઉંમર 21 વર્ષની હોવી જોઈએ.
અરજી ફી
રજીસ્ટ્રેશન કરતી વખતે ઉમેદવારોએ (550 રુપિયા સાથે GST) અરજી ફી ભરવાની રહેશે. અરજી ફી ડેબિટ કાર્ડ/ ક્રેડિટ કાર્ડ/ ઈન્ટરનેટ બેંકિંગ દ્વારા કરી શકશે.