Jammu and Kashmir: રાજૌરી અને પૂંછ આતંકી હુમલામાં લશ્કર-એ-તૈયબાની સંડોવણી, NIAએ કર્યો ખુલાસો

Updated: Nov 27th, 2023


Google NewsGoogle News
Jammu and Kashmir: રાજૌરી અને પૂંછ આતંકી હુમલામાં લશ્કર-એ-તૈયબાની સંડોવણી, NIAએ કર્યો ખુલાસો 1 - image


Image Source: Wikipedia 

નવી દિલ્હી, તા. 27 નવેમ્બર 2023 સોમવાર

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ ખુલાસો કર્યો છે કે જમ્મુ-કાશ્મીરમાં થયેલી છેલ્લી બે આતંકી ઘટનાઓમાં પાકિસ્તાનના લશ્કર-એ-તૈયબાની સંડોવણી હતી. જેમાંથી એક જાન્યુઆરી મહિનામાં રાજૌરી ગામમાં થયેલો હુમલો હતો જેમાં 7 નાગરિક માર્યા ગયા હતા અને બીજો હુમલો પૂંછ જિલ્લામાં થયો હતો, જ્યાં સેનાના વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. 

જમ્મુ-કાશ્મીરમાં થયા હતા બે હુમલા

જમ્મુ-કાશ્મીરમાં પહેલો આતંકી હુમલો 1 જાન્યુઆરીની રાતે રાજૌરીના ઢાંગરી ગામમાં થયો હતો જેમાં પાંચ લોકોના મોત નીપજ્યા હતા અને ઘણા ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. રાત્રે એક ઘરમાં લગાવવામાં આવેલા IEDમાં બ્લાસ્ટ થવાથી વધુ બે લોકોના મોત થઈ ગયા હતા અને ઘણા ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. શરૂઆતી તપાસથી જાણ થઈ છે કે આઈઈડી બે આતંકવાદીઓ દ્વારા વરિષ્ઠ અધિકારીઓને નિશાન બનાવવા માટે લગાવવામાં આવ્યા હતા. મામલો શરૂઆતમાં રાજૌરી પોલીસ સ્ટેશનમાં નોંધાયો પરંતુ બાદમાં NIAએ આને પોતાના હાથમાં લીધો હતો. તપાસ દરમિયાન એનઆઈએને જાણ થઈ કે બંને હુમલાખોરોને લોકલ લોકોની તરફથી મદદ કરવામાં આવી હતી. 

સપ્ટેમ્બરમાં NIAએ ઢાંગરી હત્યાઓમાં સામેલ આતંકવાદીઓને શરણ આપવાના આરોપમાં પૂંછ જિલ્લાથી બે લોકોની ધરપકડ કરી હતી જેનું નામ નિસાર અહમદ અને મુશ્તાક હુસૈન હતુ. તેમની પૂછપરછ કર્યા બાદ એનઆઈએને જાણ થઈ કે નિસાર લશ્કર-એ-તૈયબાના એક હેંડલર અબૂ કતાલ ઉર્ફે કતલ સિંધીના સતત સંપર્કમાં હતો. ઓવરગ્રાઉન્ડ વર્કર નિસારની પહેલા ધરપકડ કરવામાં આવી હતી.

પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ બે વર્ષ જેલમાં વિતાવ્યા બાદ તેમને 2014માં જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા. નિસાર છેલ્લા 2-3 વર્ષોથી મુખબિર તરીકે કામ કરી રહ્યો હતો અને ઢાંગરીમાં હુમલા બાદ સ્થાનિક પોલીસે તેને બોલાવ્યો પણ હતો. તેણે તપાસ કર્તાઓને જણાવ્યુ કે ઘટના બાદ કતાલે તેને બંને આતંકવાદીઓને જગ્યા આપવા માટે કહ્યુ હતુ અને તેને મુશ્તાક હુસૈનને 75,000 રૂપિયા આપ્યા હતા અને તેને એક ગુફામાં ઠેકાણુ બનાવવા માટે કહ્યુ હતુ. નિસાર તેમને ઘરના ભોજનની સગવડ કરી આપતો હતો. 


Google NewsGoogle News