ઉત્તરાખંડમાં વરસાદ બાદ ભૂસ્ખલનની ઘટનામાં વધારો, વધુ એક મકાન ધરાશાયી, મોટી જાનહાની ટળી

રાજ્યમાં કુદરતી આફતના કારણે અત્યાર સુધીમાં 111 લોકોના મોત થયા જ્યારે 72 ગંભીર રીતે ઘાયલ

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 45 હજારથી પરિવારો પ્રભાવીત થયા

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
ઉત્તરાખંડમાં વરસાદ બાદ ભૂસ્ખલનની ઘટનામાં વધારો, વધુ એક મકાન ધરાશાયી, મોટી જાનહાની ટળી 1 - image


Uttarakhand Landslide : ઉત્તરાખંડના નૈનીતાલ(Nainital)ના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ બાદ હવે ભૂસ્ખલનની ઘટના સામે આવી રહી છે. ગઈકાલે અનેક જગ્યાએ ભૂસ્ખલન(Landslide) થયું હતું જેના કારણે કેટલાક ઘરોમાં તિરાડો પડી હતી તો બીજી તરફ કેટલાક ઘરોમાં તિરાડો ધીરે ધીરે પહોળી થઈ રહી છે. ગઈકાલ ભૂસ્ખલનને કારણે એક મકાન ધરાશાયી થયુ હતું.

રાજ્યમાં વરસાદ બાદ ભૂસ્ખલનની ઘટના જોવા મળી રહી છે

આ વર્ષે ઉત્તરાખંડમાં વરસાદનો કહેર જોવા મળ્યો હતો, ત્યારે હવે વરસાદ બાદ ભૂસ્ખલનની ઘટનાઓ સતત બની રહી છે. ગઈકાલે ભૂસ્ખલનથી મકાન ધરાશાયી થવાની વધુ એક ઘટના બની હતી. જો કે મકાન ધરાશાયી થાય તે પહેલા જ ખાલી કરવામાં આવતા મોટી જાનહાની ટળી હતી. આ સિવાય નૈનીતાલના મલ્લીતાલ વિસ્તારમાં નજીકના ઘરોને પણ ખાલી કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે ઉત્તરાખંડમાં આ વર્ષે પડેલા ભારે વરસાદને પગલે રાજ્યમાં 111 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 45 હજારથી વધુ પરિવારો પ્રભાવિત થયા છે.

કુદરતી આફતોના કારણે 111 લોકોના મોત થયા 

સંસદીય કાર્ય મંત્રી પ્રેમચંદ અગ્રવાલે કહ્યું હતું કે રાજ્યમાં ભારે વરસાદને પગલે કુદરતી આફતના કારણે અત્યાર સુધીમાં 111 લોકોના મોત થયા છે જ્યારે 72 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ સિવાય 45,650 પરિવાર આ કુદરતી આફતના કારણે પ્રભાવિત થયા છે. રાજ્ય સરકારે અસરગ્રસ્ત વિસ્તારોના લોકો માટે 30.40 કરોડ રુપિયાની આર્થિક સહાય આપી છે.

બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 


Google NewsGoogle News