ભારે વરસાદે આ રાજ્યને ઘમરોળ્યું, ભૂસ્ખલન થતાં 7 લોકોનાં મોત, 2 હજુ ગુમ, અનેક ગામ જળમગ્ન

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
ભારે વરસાદે આ રાજ્યને ઘમરોળ્યું, ભૂસ્ખલન થતાં 7 લોકોનાં મોત, 2 હજુ ગુમ, અનેક ગામ જળમગ્ન 1 - image


Tripura Landslide and Rain News | ત્રિપુરામાં ત્રણથી ચાર સ્થળોએ ભારે વરસાદને પગલે થયેલા ભૂસ્ખલનને કારણે એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત સાત લોકોનાં મોત થયા છે અને બે ગ્રામીણો લાપતા છે તેમ એક વરિષ્ઠ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે. 

દક્ષિણ ત્રિપુરા જિલ્લામાં પાંચ લોકોનાં મોત થયા છે. ગોમતા અને ખોવાઇ જિલ્લામાં એક-એકનું મોત થયું છે તેમ રેવન્યુ ડિપાર્ટમેન્ટના સચિવ બ્રિજેશ પાંડેએ જણાવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે ખોવાઇ અને ગોમતી જિલ્લાના બે લોકો લાપતા છે. રવિવારથી પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઇ ગયા છે.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે હવામાન વિભાગની મધ્યમથી ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને દક્ષિણ ત્રિપુરા જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આનવી છે. જ્યારે રાજ્યના બાકીના સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવી છે.

બીજી તરફ પૂર્વ સિક્કિમમાં મોટા પાયે થયેલા ભૂસ્ખલનને કારણે તિસ્તા નદી પર ના ૫૧૦ મેગાવોટના હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટના કેટલાક ભાગોને નુકસાન થયું છે.સવારે ૭.૩૦ વાગ્યે ભૂસ્ખલન થયું હતું.

બિહારના ભાગલપુર જિલ્લામાં ગંગા નદીનો એક સુરક્ષા તટબંધનો એક હિસ્સો ક્ષતિગ્રસ્ત થઇ જતાં ગોપાલપુરના અનેક ગામો જળમગ્ન થઇ ગયા હતાં.


Google NewsGoogle News