Get The App

વૈષ્ણોદેવી વોકવે પર ભૂસ્ખલન, બે શ્રદ્ધાળુઓના મોત, એક ઘાયલ

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
વૈષ્ણોદેવી વોકવે પર ભૂસ્ખલન, બે શ્રદ્ધાળુઓના મોત, એક ઘાયલ 1 - image


Vaishno Devi Landslide: વૈષ્ણો દેવી વોકવે પર ભૂસ્ખલનની ઘટના બની છે. પગપાળા રસ્તા પર હિમકોટી પાસે આ ઘટના બની હતી. જેમાં બે શ્રદ્ધાળુઓના મોત થયા છે અને એક ઘાયલ થયો છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં ફૂટપાથ પર બનાવેલ ટીન શેડ ભૂસ્ખલન બાદ તૂટી ગયો હતો. રિયાસીના જિલ્લા કમિશનરે મૃત્યુની પુષ્ટિ કરી છે.

જૂના રસ્તા પર યાત્રા ચાલુ

અધિકારીઓએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, દુર્ઘટના વચ્ચે જૂના રૂટ પર યાત્રા ચાલુ રાખવામાં આવી છે. આ ઘટના બપોરે લગભગ 2.35 વાગ્યે બિલ્ડિંગથી ત્રણ કિમી આગળ પંછી પાસે ભૂસ્ખલન થયું હતું. જેના કારણે ઉપરના લોખંડના માળખાના એક ભાગને પણ નુકસાન થયું. ભૂસ્ખલન બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 

દુર્ઘટના બાદ તરત જ બચાવ કામગીરી શરૂ

ભૂસ્ખલન બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાલ ઘાયલોની સ્થિતિ અંગે વધુ માહિતી મળી શકી નથી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો.

દર્શન માટે દર વર્ષે આવે છે શ્રદ્ધાળુઓ

દેશભરમાંથી શ્રદ્ધાળુઓ દર વર્ષે વૈષ્ણોદેવીના દર્શન કરવા આવે છે. નવરાત્રિના દિવસોમાં અહીં ભારે રહે છે. આખા વર્ષ દરમિયાન અહીં આવતા શ્રદ્ધાળુઓનું આ સ્થાનની અર્થવ્યવસ્થામાં મોટું યોગદાન માનવામાં આવે છે. જો કે, વરસાદની ઋતુમાં માર્ગ લપસણો હોવાને કારણે ચઢાણ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં શ્રદ્ધાળુઓ અહીં આવવાનું ટાળે છે.

આ વર્ષે 67 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ યાત્રા કરી હતી

આ વર્ષે 6707604 લોકોએ વૈષ્ણોદેવીના દર્શન કર્યા છે. 332,578 લોકોએ હેલિકોપ્ટર દ્વારા મુસાફરી કરી છે.



Google NewsGoogle News