Get The App

Land For Job Scam: લોકસભા ચૂંટણી પહેલા લાલુ પરિવારની મુશ્કેલી વધી, EDએ દાખલ કરી ચાર્જશીટ

Updated: Jan 9th, 2024


Google NewsGoogle News
Land For Job Scam: લોકસભા ચૂંટણી પહેલા લાલુ પરિવારની મુશ્કેલી વધી, EDએ દાખલ કરી ચાર્જશીટ 1 - image


Image Source: Twitter

- આ મમાલે કોર્ટમાં 16 જાન્યુઆરી 2024ના રોજ સુનાવણી થશે

પટના, તા. 09 જાન્યુઆરી 2024, મંગળવાર

Land For Job Scam: લોકસભા ચૂંટણી માટે હવે થોડા દિવસો બાકી રહ્યા છે. તે પહેલા લાલુ પરિવારની મુશ્કેલી ફરી વધી ગઈ છે. EDએ 'લેન્ડ ફોર જોબ' મામલે દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. 

આ ચાર્જશીટમાં બિહારના પૂર્વ CM રાબડી દેવી, મીસા ભારતી, હેમા યાદવ, હૃદયાનંદ ચૌધરી સહિત અમિત કત્યાલનું નામ સામેલ છે. આ ઉપરાંત આ મામલે બે કંપની પર પણ આરોપ લગાવવામાં આવ્યો છે. 

આ મામલે EDની આ પ્રથમ ચાર્જશીટ

આ મામલે EDની આ પ્રથમ ચાર્જશીટ છે જ્યારે CBI 3 ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે. EDએ કોર્ટને જણાવ્યું કે, રાબડી દેવી, મીસા ભારતી, હેમા યાદવ અને હૃદયાનંદ ચૌધરીની ધરપકડ કરવામાં નથી આવી. આ ઉપરાંત EDએ કોર્ટને એ પણ જણાવ્યું કે, આ મામલે હજુ તપાસ ચાલી રહી છે અને આગળ સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. હાલમાં જે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તે 4,751 પાનાની છે.

રાઉઝ એવેન્યુ કોર્ટે EDને આજે જ ચાર્જશીટ અને દસ્તાવેજોની ઈ-કોપી પણ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. હવે આ મમાલે કોર્ટમાં 16 જાન્યુઆરી 2024ના રોજ સુનાવણી થશે. 

EDએ 600 કરોડના કૌભાંડનો કર્યો દાવો

આ મામલે ED ઉપરાંત CBIએ લાલુ યાદવ, તેમની પત્ની રાબડી દેવી, પુત્રી મીસા ભારતી સહિત 16 આરોપીઓ વિરુદ્ધ ષડયંત્ર અને ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની જોગવાઈઓ હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે EDએ અત્યાર સુધીમાં 600 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગના પુરાવા મળ્યા હોવાનો દાવો કર્યો છે. EDના જણાવ્યા પ્રમાણે અપરાધની સંપત્તિમાંથી 350 કરોડની અચલ સંપત્તિ છે જ્યારે 250 કરોડ રૂપિયા બેનામી લોકોના માધ્યમથી લાલુ યાદવના પરિવારના સભ્યો પાસે આવ્યા હતા.


Google NewsGoogle News