Land For Job Scam મામલે EDની મોટી કાર્યવાહી, લાલુ-તેજસ્વીના નજીકના સહયોગી અમિત કાત્યાલની ધરપકડ

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
Land For Job Scam મામલે EDની મોટી કાર્યવાહી, લાલુ-તેજસ્વીના નજીકના સહયોગી અમિત કાત્યાલની ધરપકડ 1 - image


Land For Job Scam  : CBIને નોકરીના બદલે જમીન કૌભાંડ મામલે લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી વધી શકે છે. EDએ લાલુ યાદવ પરિવારના નજીકના સહયોગી અમિત કાત્યાલની ધરપકડ કરી છે. અમિત એક બિઝનેસમેન અને એકે ઈન્ફોસિસ્ટમના પ્રમોટર છે. આ કંપની નોકરીના બદલે જમીન કૌભાંડ કેસમાં મની લોન્ડરિંગમાં પણ સંડોવાયેલી છે. 

કોણ છે અમિત કાત્યાલ?

અમિત કાત્યાલ, રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમોના નજીકના સહયોગી છે સાથે જ એકે ઇન્ફોસિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડના પૂર્વ ડિરેક્ટર પણ છે, જે નોકરીના બદલે જમીન કૌભાંડ કેસ સાથે સંબંધ ધરાવે છે. EDએ માર્ચમાં એક નિવેદનમાં કહ્યું હતું કે, સંપત્તિને કાગળ પર મેસર્સ એબી એક્સપોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ અને મેસર્સ એકે ઈન્ફોસિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડની ઓફિસ તરીકે જાહેર કરવામાં આવી છે, પરંતુ તેનો ઉપયોગ ફક્ત તેજસ્વી પ્રસાદ દ્વારા રહેણાંક સંકુલ તરીકે કરવામાં આવી રહ્યો છે. 

નોકરીના બદલે જમીન કૌભાંડ શું છે ?

  • ઉલ્લેખનીય છે કે, 2004થી 2009ની વચ્ચે લાલુ પ્રસાદ યાદવ ઉત્તર પ્રદેશ સરકારમાં રેલ્વે મંત્રી હતા. આરોપ છે કે લાલુ જ્યારે રેલ્વે મંત્રી હતા ત્યારે રેલ્વે ભરતીમાં ગોટાળો થયો. 
  • કહેવાઈ રહ્યું છે કે, નોકરી મેળવવાને બદલે અરજદારો પાસેથી જમીન અને પ્લોટ લેવાયા હતા. 
  • CBIએ આ મામલે તપાસ કર્યા બાદ લાલુ પ્રસાદ યાદવ અને તેમની પુત્રી મીસા ભારતી વિરુદ્ધ કેસ નોંધ્યો. 
  • આરોપ છે કે જે જમીનો લેવાઈ તે રાબડી દેવી અને મીસા ભારતીના નામે પણ લેવામાં આવી. 
  • ગત વર્ષે સીબીઆઈએ લાલુ યાદવ અને તેમના પરિવાર વિરૂદ્ધ નોકરીના બદલામાં જમીન કૌભાંડમાં એફઆઈઆર દાખલ કરી હતી. 
  • લાલુ યાદવ પર આરોપ છે કે, તેમના રેલ મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું.  
  • સીબીઆઈનો આરોપ છે કે, રેલવેમાં નોકરીના બદલામાં લાલુ યાદવના પરિવારે લાંચ સ્વરૂપે નોકરી ઈચ્છુક વ્યકિતઓ પાસેથી જમીન લીધી હતી. 
  • ઉલ્લેખનીય છે કે, જાહેર સેવક સામે કેસ નોંધતા પહેલા સીબીઆઈએ નિયમ મુજબ મંજૂરી લેવી પડે છે.  
  • આ કૌભાંડ, યુપીએ-1 ના સમયગાળામાં લાલુ યાદવ રેલ મંત્રી હતા તે સમયનું છે. 
  • સીબીઆઈ ઓફિસરોના જણાવ્યા અનુસાર, આ કેસમાં લાલુ યાદવ સિવાય તેમના પુત્ર અને બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ, તેમની પુત્રીઓ ચંદા યાદવ અને રાગિણી યાદવ પણ આરોપી છે. ઉત્તર પ્રદેશ સરકારમાં રેલ્વે મંત્રી રહેલા પવન બંસલના ભત્રીજા વિજય સિંગલા પર પણ રેલ્વે ભરતી સાથે જોડાયેલ વધુ એક કૌભાંડનો આરોપ છે. 
  • આ કેસમાં પણ CBIએ વિજય સિંગલા સહિત 10 સામે FIR નોંધી છે. આ કેસમાં વિજય સિંગલા પર મની લોન્ડરિંગનો પણ આરોપ છે.


Google NewsGoogle News