ચૂંટણી પૂરી થતાં જ લાલુ યાદવ મુશ્કેલીમાં, CBI મોટી કાર્યવાહીની તૈયારીમાં

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
ચૂંટણી પૂરી થતાં જ લાલુ યાદવ મુશ્કેલીમાં, CBI મોટી કાર્યવાહીની તૈયારીમાં 1 - image


Land for Job CBI Case : કેન્દ્રીય એજન્સી સીબીઆઈએ જમીનના બદલે નોકરીના કૌભાંડ કેસમાં ફરી બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav) અને તેમના પરિવારની મુસીબતો વધારી છે. આ કેસમાં સીબીઆઈએ લાલુ યાદવ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ફાઈનલ ચાર્જશીટ દાખલ કરી છે. લાલુ પર આરોપ છે કે, જ્યારે તેઓ રેલવે મંત્રી હતા, ત્યારે તેમણે ઘણા લોકોને જમીનના બદલે નોકરી આપી હતી. એટલું જ નહીં આ જમીનો માર્કેટના ભાવથી પણ ઓછા ભાવે ખરીદવામાં આવી હતી. હવે આ મામલે લાલુ યાદવ વિરુદ્ધ ચાર્જશીટ ફાઈનલ કરવામાં આવી છે.

સીબીઆઈએ 78 આરોપીઓ વિરુદ્ધ ફાઈનલ ચાર્જશીટ દાખલ કરી

સીબીઆઈએ જમીનના બદલે નોકરી મેળવનાર 38 ઉમેદવારો અને અન્ય વ્યક્તિઓ સહિત 78 આરોપીઓ વિરુદ્ધ ફાઈનલ ચાર્જશીટ તો દાખલ કરી દીધી છે, પરંતુ કેન્દ્રીય એજન્સી સક્ષમ અધિકારીની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. બીજીતરફ કોર્ટ આ કેસમાં ચાર્જશીટ મામલે છ જુલાઈએ વિચારણા હાથ ધરશે.

જમીનના બદલે નોકરી કૌભાંડ શું છે ?

વાસ્તવમાં જમીનના બદલે નોકરી આપવાના કેસમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવની પત્ની, પુત્રી અને પુત્ર સહિત ઘણા આરોપીઓ છે. આ કેસમાં લાલુની પત્ની રાબડી દેવી (Rabri Devi), પુત્ર તેજસ્વી યાદવ (Tejashwi Yadav), પુત્રી મીસા ભારતી (Misa Bharti) અને હેમા યાદવ (Hema Yadav) પણ આરોપી છે. આ કેસની તપાસ CBI અને આઅ બંને એજન્સીઓ કરી રહી છે. જ્યારે લાલુ યાદવ યુપીએ-1 સરકારમાં 2004થી 2009 વચ્ચે રેલવે મંત્રી હતા, ત્યારે તેમણે ઉમેદવારોને રેલવેમાં નોકરી આપવા માટે લાંચ રૂપે જમીન આપવા કહ્યું હતું.


Google NewsGoogle News