Get The App

રાબડી દેવીના નિવાસસ્થાને પહોંચી EDની ટીમ, લાલુ અને તેજસ્વી યાદવને પાઠવ્યું સમન્સ

નોકરીના બદલે જમીન કૌભાંડ મામલે EDનું લાલુ પરિવારને સમન્સ

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
રાબડી દેવીના નિવાસસ્થાને પહોંચી EDની ટીમ, લાલુ અને તેજસ્વી યાદવને પાઠવ્યું સમન્સ 1 - image


For Job Scam : બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતાદળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ અને તેમના પુત્ર તેજસ્વી યાદવને નોકરીના બદલામાં જમીન કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓએ ફરી સમન્સ પાઠવ્યું છે. ઈડીની ટીમ સમન્સ પાઠવવા આજે સર્ક્યુલર રોડ સ્થિત લાલુના નિવાસસ્થાને પહોંચી હતી, ત્યારબાદ ટીમ ત્યાંથી રવાના થઈ ગઈ છે. 

લાલુ-તેજસ્વીને શનિવારે હાજર થવા સમન્સ

મળતા અહેવાલો મુજબ, ઈડીના અધિકારીની ટીમ રાબડી નિવાસસ્થાને પહોંચી હતી, જ્યાં તેમણે લાલુ પરિવારને નોટિસ પાઠવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ લાલુ અને તેજસ્વીને ઈડી કાર્યાલયમાં શનિવારે હાજર થવા સમન્સ અપાયું હોવાની સંભાવના છે. આ મામલો લેન્ડ ફોર જોબ સ્કેમ એટલે કે રેલવેમાં નોકરીના બદલે જમીન કૌભાંડ સાથે સંબંધિત છે.

કોર્ટે 18 જાન્યુઆરીએ આદેશ સુરક્ષિત રાખ્યો

નોકરીના બદલે જમીન કૌભાંડમાં લાલુ યાદવ, તેમની પત્ની રાબડી દેવી સહિત અન્ય આરોપીઓ છે. કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ગત 18 જાન્યુઆરીએ ઈડીએ ચાર્જશીટની સંજ્ઞાન લેવાની કાર્યવાહી પર પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો. રાઉજ એવેન્યૂ સ્થિત સ્પેશિયલ જજ વિશાલ ગોગનેની કોર્ટે કેસમાં પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો. ઈડીની ચાર્જશીટમાં લાલુ, રાબડી દેવી, મીસા ભારતી સહિત 7 લોકોને આરોપી દર્શાવાયા છે. જ્યારે સીબીઆઈએ પણ કથિત કૌભાંડ સંબંધિત મામલે આરોપો ઘડવા પોતાનો પક્ષ રાખ્યો હતો.

નોકરીના બદલે જમીન કૌભાંડ શું છે ?

ઉલ્લેખનીય છે કે, 2004થી 2009ની વચ્ચે લાલુ પ્રસાદ યાદવ ઉત્તર પ્રદેશ સરકારમાં રેલ્વે મંત્રી હતા. આરોપ છે કે લાલુ જ્યારે રેલ્વે મંત્રી હતા ત્યારે રેલ્વે ભરતીમાં ગોટાળો થયો. કહેવાઈ રહ્યું છે કે, નોકરી મેળવવાને બદલે અરજદારો પાસેથી જમીન અને પ્લોટ લેવાયા હતા. CBIએ આ મામલે તપાસ કર્યા બાદ લાલુ પ્રસાદ યાદવ અને તેમની પુત્રી મીસા ભારતી વિરુદ્ધ કેસ નોંધ્યો. આરોપ છે કે જે જમીનો લેવાઈ તે રાબડી દેવી અને મીસા ભારતીના નામે પણ લેવામાં આવી. ગત વર્ષે સીબીઆઈએ લાલુ યાદવ અને તેમના પરિવાર વિરૂદ્ધ નોકરીના બદલામાં જમીન કૌભાંડમાં એફઆઈઆર દાખલ કરી હતી. લાલુ યાદવ પર આરોપ છે કે, તેમના રેલ મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું.  સીબીઆઈનો આરોપ છે કે, રેલવેમાં નોકરીના બદલામાં લાલુ યાદવના પરિવારે લાંચ સ્વરૂપે નોકરી ઈચ્છુક વ્યકિતઓ પાસેથી જમીન લીધી હતી. આ કૌભાંડ, યુપીએ-1 ના સમયગાળામાં લાલુ યાદવ રેલ મંત્રી હતા તે સમયનું છે. સીબીઆઈ ઓફિસરોના જણાવ્યા અનુસાર, આ કેસમાં લાલુ યાદવ સિવાય તેમના પુત્ર અને બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ, તેમની પુત્રીઓ ચંદા યાદવ અને રાગિણી યાદવ પણ આરોપી છે. ઉત્તર પ્રદેશ સરકારમાં રેલ્વે મંત્રી રહેલા પવન બંસલના ભત્રીજા વિજય સિંગલા પર પણ રેલ્વે ભરતી સાથે જોડાયેલ વધુ એક કૌભાંડનો આરોપ છે. આ કેસમાં પણ CBIએ વિજય સિંગલા સહિત 10 સામે FIR નોંધી છે. આ કેસમાં વિજય સિંગલા પર મની લોન્ડરિંગનો પણ આરોપ છે.


Google NewsGoogle News