2019માં પ્રદૂષણના કારણે વિશ્વમાં સૌથી વધુ અકાળે મોત ભારતમાં નીપજ્યા : લેન્સેટ સ્ટડી
નવી દિલ્હી, તા. 18 મે 2022 બુધવાર
ભારતમાં દરેક પ્રકારના પ્રદૂષણના કારણે વર્ષ 2019માં દુનિયામાં સર્વાધિક 23.5 લાખ અકાળે મોતને ભેટ્યા છે. આમાંથી 16.7 લાખ મૃત્યુ માત્ર વાયુ પ્રદૂષણના કારણ નીપજ્યા છે.
અધ્યયન રિપોર્ટ અનુસાર ભારતમાં વાયુ પ્રદૂષણથી થયેલા મોતમાંથી પણ સર્વાધિક 9.8 લાખ મોત આબોહવામાં રહેલા ધૂળના કણથી પ્રદૂષણના કારણે થઈ છે. હવામાં હાજર આ નાના પ્રદૂષણ કણ અઢી માઈક્રોન અથવા તેનાથી ઓછા પહોળા હોય છે. વાયુ પ્રદૂષણના કારણે થયેલા 6.1 લાખ મૃત્યુ ઘરેલૂ વાયુ પ્રદૂષણના કારણે થયા.
સમગ્ર દુનિયામાં 90 લાખ મોત નીપજ્યા
વિશ્વ સ્તરે 2019માં પ્રદૂષણના કારણે 90 લાખ મોત નીપજ્યા. આ સંખ્યા સમગ્ર દુનિયામાં દર છ મોતમાંથી એકના બરાબર છે. આ 90 લાખ મોતમાંથી 66.70 લાખ મોતનુ કારણ ઘરેલૂ પ્રદૂષણ અને વાતાવરણમાં ફેલાયેલુ પ્રદૂષણ છે.
પ્રદૂષણના કારણે દરરોજ 6500 મોત નીપજ્યા
આ આંકડો ચોંકાવનારો છે પરંતુ લેન્સેટના અધ્યયન અનુસાર ભારતમાં દરરોજ 6500 મોત પ્રદૂષણના કારણે થનારી બીમારીઓથી થઈ રહ્યા છે. દુનિયામાં દર છઠ્ઠુ મોત વિભિન્ન પ્રકારના પ્રદૂષણથી થઈ રહ્યા છે. આ રિપોર્ટમાં ભારત માટે રાહતની વાત એ છે કે 2015ની સરખામણીએ 2019માં મોતનો આંકડો ઘટ્યો છે. 2015માં 25 લાખ મોત નીપજ્યા હતા. 2019માં 23.5 લાખ મોત નીપજ્યા.
ચીનમાં મૃત્યુ વધ્યા
ચીનમાં 2015માં પ્રદૂષણથી 18 લાખ લોકોના મોત નીપજ્યા હતા. 2019માં આ વધીને 21.7 લાખે પહોંચી ગયા છે. ભારતમાં હવા સૌથી ઘાતક છે. 2019માં વાયુ પ્રદૂષણથી 16 લાખ, જળ પ્રદૂષણથી 5 લાખ અને વ્યાવસાયિક પ્રદૂષણથી 1,6 લાખ મોત નીપજ્યા.