Get The App

લાલુ પ્રસાદ યાદવની તબિયત અચાનક લથડી, બ્લડ શુગર વધી જતાં એર એમ્બ્યુલન્સથી દિલ્હી લવાશે

Updated: Apr 2nd, 2025


Google News
Google News
Lalu Prasad Yadav Health Update


Lalu Prasad Yadav Health Update: રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના પ્રમુખ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની તબિયત અચાનક બગડી ગઈ છે. મળતી માહિતી મુજબ, તેમની બ્લડ શુગર વધી જવાને કારણે તેમની હાલત નાજુક બની ગઈ છે. પટણાના ડૉક્ટરોએ તેમને દિલ્હી જવાની સલાહ આપી છે. જે બાદ લાલુ પ્રસાદ યાદવને એર એમ્બ્યુલન્સની મદદથી દિલ્હી લાવવામાં આવશે.

લાલુ  યાદવને એર એમ્બ્યુલન્સની મદદથી દિલ્હી લાવવામાં આવશે

લાલુ પ્રસાદ યાદવ છેલ્લા બે દિવસથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પરેશાન હતા. બ્લડ શુગરના વધેલા લેવલના કારણે થયેલા જૂના ઘાનાં કારણે તેમની તબિયત બગડી હતી. એવામાં આજે સવારે તબિયત લથડતા તેમને રાબડી નિવાસ પર તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. 

આ પણ વાંચો: Waqf Amendment Bill LIVE: વક્ફ સુધારા બિલ લોકસભામાં રજૂ, વિપક્ષનો જોરદાર હોબાળો

લાલુ પ્રસાદ યાદવના પરિવાર અને સમર્થકો તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. તેમના સ્વાસ્થ્યને લઈને રાજકારણ અને સમાજમાં ચિંતાનું વાતાવરણ છે. 

લાલુ પ્રસાદ યાદવની તબિયત અચાનક લથડી, બ્લડ શુગર વધી જતાં એર એમ્બ્યુલન્સથી દિલ્હી લવાશે 2 - image

Tags :