Get The App

I.N.D.I.A ગઠબંધનનું નેતૃત્વ મમતા બેનર્જીને સોંપવું જોઈએ, કોંગ્રેસના વિરોધનો કોઈ અર્થ નથી: લાલુ પ્રસાદ યાદવ

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
I.N.D.I.A ગઠબંધનનું નેતૃત્વ મમતા બેનર્જીને સોંપવું જોઈએ, કોંગ્રેસના વિરોધનો કોઈ અર્થ નથી: લાલુ પ્રસાદ યાદવ 1 - image


Lalu yadav supports mamata banerjee for leadership of india alliance: હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ I.N.D.I.A ગઠબંધનમાં સંઘર્ષ છેડાઈ ગયો છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના બાદ હવે લાલુ પ્રસાદ યાદવે પણ મહાગઠબંધનનું નેતૃત્વ રાહુલ ગાંધીના બદલે મમતા બેનર્જીને સોંપવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, ગઠબંધનના સુધારા હેતુ પ્રયાસો કરવા પડશે. લાલુ માત્ર કોંગ્રેસ દ્વારા વાંધો ઉઠાવવાથી કંઈ નથી થવાનું. ગઠબંધનના સાથીદારો પરિવર્તન ઈચ્છે છે અને તેઓ ચર્ચા કરી રહ્યા છે. લાલુ યાદવની આ ટિપ્પણી મહત્વની માનવામાં આવી રહી છે અને તેને બિહાર વિધાનસભા ચૂંટણી સાથે પણ જોડવામાં આવી રહી છે.

કોંગ્રેસના વિરોધનો કોઈ અર્થ નથી

લાલુ યાદવ દ્વારા પણ રાહુલ ગાંધીના બદલે મમતા બેનર્જીને I.N.D.I.A ગઠબંધનના નેતા બનાવવાની માગ મહત્વપૂર્ણ છે. લોકસભા ચૂંટણી પહેલા લાલુ યાદવ સાથે તેમની સારી જુગલબંધી જોવા મળી હતી. રાહુલ ગાંધીને વરરાજા બનવા માટે રાજી કરનાર લાલુ યાદવના આ નિવેદનનું ખૂબ મહત્વ છે. તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે, માત્ર કોંગ્રેસ દ્વારા વાંધો ઉઠાવવાથી કંઈ નહીં થશે, પરંતુ ગઠબંધનને મજબૂત બનાવવા માટે નેતૃત્વમાં ફેરફાર જરૂરી છે અને તેમાં કંઈ ખોટું નથી.



આ નિવેદનને વિધાનસભા ચૂંટણી સાથે પણ જોડવામાં આવી રહ્યું છે

લાલુ યાદવે આ માગ એવા સમયે ઉઠાવી છે જ્યારે તેજસ્વી યાદવ કોલકાતામાં છે. હકીકતમાં લાલુ યાદવના આ નિવેદનને વિધાનસભા ચૂંટણી સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. તાજેતરમાં કોંગ્રેસે સીટ શેરિંગને લઈને એક નિવેદન આપ્યું હતું, જેમાં તેણે સ્ટ્રાઈક રેટના આધારે સીટ વહેંચણીની વાત કરી હતી. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ તેણે ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાથે લાંબી ખેંચતાણ કરી હતી. બિહારમાં આવતા વર્ષે જ વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે જ્યાં RJD સાથે તેનું ગઠબંધન છે.આવી સ્થિતિમાં લાલુ યાદવ અને તેજસ્વી નથી ઈચ્છતા કે કોંગ્રેસને તેમના પર હાવી થવાની કોઈ તક આપવામાં આવે. 

આ પણ વાંચો: મુંબઈ બસ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને સાત થયો, પહેલીવાર બસ ચલાવી રહ્યો હતો ડ્રાઈવર

આરજેડીનું આ નિવેદન એક દબાણની વ્યૂહરચના હેઠળ

એવું માનવામાં આવી રહ્યું છે કે, આરજેડીનું આ નિવેદન એક દબાણની વ્યૂહરચના હેઠળ છે, જેમાં રાહુલ ગાંધીના નેતૃત્વ પર યોગ્ય સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આરજેડીને લાગે છે કે આમ કરવાથી કોંગ્રેસ બેકફૂટ પર આવી જશે અને આવી સ્થિતિમાં તે સીટ વહેંચણી વખતે સોદાબાજી કરવામાં નબળી રહેશે. આ જ વ્યૂહરચના હેઠળ લાલુ યાદવે INDI ગઠબંધનના નેતૃત્વમાં પરિવર્તનને લઈને નિવેદન આપ્યું છે. તમને જણાવી દઈએ કે સત્યપાલ મલિક પણ એ માગ ઉઠાવી ચૂક્યા છે કે, વિપક્ષી ગઠબંધનનું નેતૃત્વ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને સોંપવામાં આવે.


Google NewsGoogle News