‘કચરો પાછો કચરાપેટીમાં ગયો...’ બિહારમાં નવી સરકાર બન્યા બાદ લાલુની પુત્રીનું ટ્વિટ

બિહારમાં ભાજપ સાથે નવી સરકાર બનાવનાર નીતીશ પર વિરોધીઓનો શાબ્દિક હુમલો

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
‘કચરો પાછો કચરાપેટીમાં ગયો...’ બિહારમાં નવી સરકાર બન્યા બાદ લાલુની પુત્રીનું ટ્વિટ 1 - image


Lalu Yadav Daughter Rohini Tweet : બિહારમાં નીતીશ કુમારે (Nitish Kumar) આરજેડીને છોડી ભાજપ સાથે નવી સરકાર બનાવી છે અને 9મી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. રાજ્યમાં નવી સરકાર બનવાના ઘટનાક્રમ વચ્ચે RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ ટ્વિટ કર્યું કહ્યું કે, કચરો પાછો કચરાપેટીમાં ગયો છે.

‘કચરો ગયો ફરી કચરાપેટીમાં’

રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે, ‘કચરો ગયો ફરી કચરાપેટીમાં, કચરા મંડળીને ગંદકીભર્યા કચરાના અભિનંદન.’ આ અગાઉ તેમણે એક્સ પર લખ્યું હતું કે, ‘જ્યાં સુધી શ્વાસ બાકી છે, સાંપ્રદાયિક શક્તિઓ વિરુદ્ધ અમારી લડાઈ ચાલુ છે.’

‘કચરો પાછો કચરાપેટીમાં ગયો...’ બિહારમાં નવી સરકાર બન્યા બાદ લાલુની પુત્રીનું ટ્વિટ 2 - image

નીતીશ ઈન્ડિયા ગઠબંધનથી નારાજ

ઉલ્લેખનિય છે કે, નીતીશ કુમારે ભાજપના સમર્થથી આજે સાંજે રાજ્યમાં નવમી વખત સીએમ પદના શપથ લીધા હતા. તેમની સાથે સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ નીતીશ કુમાર બેઠક વહેંચણીની વાતચીત નિષ્ફળ થવાના કારણે ઈન્ડિયા ગઠબંધનથી નારાજ હતા.

‘કચરો પાછો કચરાપેટીમાં ગયો...’ બિહારમાં નવી સરકાર બન્યા બાદ લાલુની પુત્રીનું ટ્વિટ 3 - image

હું જ્યાં હતો, ત્યાં પરત આવી ગયો છું : નીતીશ

રાજીનામું આપ્યા બાદ નીતીશે કહ્યું કે, ‘અગાઉનું ગઠબંધન છોડી દઈશું અને નવું ગઠબંધન બનાવીશું.’ મુખ્યમંત્રી પદના શપથ લીધી બાદ તેમણે કહ્યું કે, ‘હું પહેલા પણ તેમની (NDA)ની સાથે હતો. અમે જુદા જુદા રસ્તાઓ પર ચાલ્યા, પરંતુ હવે અમે સાથે છીએ અને રહીશું. આજે 8 લોકોએ મંત્રી પદના શપથ લીધા છે, બાકીના પણ ટુંક સમયમાં શપથ લેશે. હું જ્યાં (NDA) હતો, ત્યાં પરત આવી ગયો છું અને હવે ક્યાંય જવાનો સવાલ નથી.’


Google NewsGoogle News