VIDEO: ‘મેં તેમને માત્ર પલટુરામ કહ્યા’ પટણાની રેલીમાં લાલુના નીતીશ અને PM મોદી પર આકરા પ્રહાર
વડાપ્રધાનના પરિવારવાદના આક્ષેપ પર લાલુએ કહ્યું ‘તમારી પાસે તો પરિવાર જ નથી’
હવે નીતીશ પાછા આવવાની હિંમત કરશે તો સીડીમાંથી ધક્કો જ મળશે : લાલુ પ્રસાદ યાદવ
Lalu Yadav Attacks CM Nitish And PM Modi : બિહારની રાજધાની પટણામાં આજે યોજાયેલી મહાગઠબંધનની રેલી (Mahagathbandhan Rally)માં રાષ્ટ્રી જનતા દળ (RJP)ના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે બિહાર (Bihar)ની જનસભાને સંબોધીત કરી હતી. આ દરમિયાન તેમણે બિહારના મુખ્યંત્રી નીતીશ કુમાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે નીતીશને પલટુરામ કહેવા ઉપરાંત વડાપ્રધાનના હિન્દુ હોવા પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વડાપ્રધાનના પરિવારવાદના આક્ષેપ પર પણ આકરી પ્રતિક્રિયા આપી હતી.
તમારી પાસે તો પરિવાર જ નથી : લાલુએ PM પર સાધ્યુ નિશાન
લાલુ પ્રસાદ યાદવે (Lalu Prasad Yadav) જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, ‘શું મોદી કોઈ વસ્તુ છે. તેઓ આજકાલ પરિવારવાદ પર હુમલો કરી રહ્યા છે. તેઓ કહે છે કે, લોકો પરિવારવાદ માટે લડી રહ્યા છે. પરંતુ તમારી પાસે તો પરિવાર જ નથી. જ્યારે તમારી માતાનું નિધન થયું હતું, ત્યારે તમામ હિન્દુ પોતાની માતાના શોકમાં વાળ-દાઢી કઢાવે છે. તમે કેમ ન કઢાવી? તેઓ દેશમાં નફરત ફેલાવી રહ્યા છે?
અમે નીતીશને અપશબ્દો નહીં, માત્ર પલટૂરામ કહ્યા : લાલુ પ્રસાદ યાદવ
RJDના વડા લાલુએ નીતીશનો ઉલ્લેખ કરી કહ્યું કે, ‘અમે તેમને કોઈપણ અપશબ્દો કહ્યા નથી. જ્યારે તેઓ પ્રથમવાર જતા રહ્યા હતા, ત્યારે અમે તેમને કોઈપણ અપશબ્દો બોલ્યા ન હતા. અમે તો માત્ર એટલું કહ્યું હતું કે, તેઓ પલટુરામ છે. ન પલટવું જોઈએ... જોકે અમે બીજીવખત ભૂલ કરી નાખી. તેજસ્વીથી ભૂલ થઈ ગઈ. તેઓ નરેન્દ્ર મોદીના પગ નીચે જતા રહ્યા, ફરી પલટી મારી દીધી. જ્યારે મેં ટીવી પર જોવું છું તો કોઈ માળા પહેરાવી રહ્યું છે, કોઈ ફુલ પહેરાવી રહ્યું છે. શું આ બધુ જોઈને નીતીશ કુમારને શરમ નથી આવતી. ગાંધી મેદાનમાં દેખાડો જોઈ મેં જોયું કે, હવે તેમનું શરીર પણ કામ કરી રહ્યું નથી. ન જાણે હવે તેમને કંઈ બિમારીઓ થઈ જશે.’
નીતીશ-મોદી વચ્ચે રાજ્યપાલે વાત કરાવી : RJD વડા
તેમણે વધુમાં કહ્યું કે, અમે લોકો લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections 2024)માં ભારતીય જનતા પાર્ટી (BJP)ને નેસ્તનાબુદ કરી નાખીશું. તેજસ્વી (Tejashwi Yadav)ને ખબર પડી ગઈ હતી કે, રાજ્યપાલે નીતીશ કુમાર (CM Nitish Kumar) અને નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની ફોન પર વાત કરાવી હતી. સરકારમાં કોઈપણ ખોટું કામ થયું નથી. હવે નીતીશ પાછા આવવાની હિંમત કરશે તો ધક્કો જ મળશે.