લાલુ યાદવના નજીકના નેતાને ત્યાંથી 2 કરોડ રોકડ અને અખૂટ સંપત્તિ પકડાઇ, EDએ કરી ધરપકડ
સુભાષ યાદવ ગેરકાયદે રેતી ઉત્ખનન વ્યવસાય સાથે સંકળાયેલા હતા
ED Raid news | લાલુ પ્રસાદ યાદવના નજીકના RJD નેતા સુભાષ યાદવની ED દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. EDએ 14 કલાક સુધી સુભાષ યાદવના 8 સ્થળો પર દરોડા પાડ્યા હતા. માહિતી અનુસાર દાનાપુર સ્થિત તેમના નિવાસ સ્થાનેથી 2 કરોડ રૂપિયાની રોકડ ઉપરાંત જંગી સંપત્તિ સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા હતા. સુભાષ યાદવ ગેરકાયદે રેતી ઉત્ખનન વ્યવસાય સાથે સંકળાયેલા હતા.
2019માં ચૂંટણી લડ્યા હતા
સુભાષ યાદવ 2019માં આરજેડીની ટિકિટ પર લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. તેમની સામે પટનામાં ગેરકાયદેસર રેતી ખનન સંબંધિત કેસ નોંધાયેલા છે. આવકવેરા વિભાગે પણ તેમના સ્થાને દરોડા પાડ્યા હતા. અગાઉ શનિવારે ઈડીએ સુભાષ યાદવના ઘરે દરોડા પાડ્યા હતા. લાલુ યાદવના નજીકના રેત માફિયા સુભાષ યાદવ પર ઈડીએ પોતાની પકડ વધુ કડક કરી છે. ઈડીએ દાનાપુર સહિત 6 જેટલા સ્થળો પર દરોડા પાડ્યા હતા.