‘બંગાળની જેમ બિહારમાં પણ EDની ટીમ પર હુમલો થઈ શકે છે’ BJP નેતા સુશીલ મોદીનો મોટો દાવો
લાલૂ પરિવાર હોય કે પછી ઝારખંડ-દિલ્હીના મુખ્યમંત્રી... ક્યાં સુધી ઈડીના સમન્સથી બચશે : સુશીલ કુમાર
West Bengal ED Attack : પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ સુશીલ કુમાર મોદી (Sushil Kumar Modi)એ પશ્ચિમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ પર હુમલા મામલે ઈન્ડિયા ગઠબંધન (I.N.D.I.A. Alliance)ને આડે હાથ લીધી છે. તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં રાશન કૌભાંડની તપાસ કરવા ટીએમસી નેતાના ઘરે ગયેલી ઈડીની ટીમ પર જે રીતે મમતાના સમર્થકોની ભીડે જીવલેણ હુમલો કર્યો, તે મામલે કોલકાતા હાઈકોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી, પરંતુ ઈન્ડી ગઠબંધનના નેતાઓ મૌન ધારણ કરી તેનું સમર્થન કરી રહ્યા છે.
રાજદ બિહારમાં ED-CBI ટીમ પર હુમલો કરાવી શકે છે : સુશીલ કુમાર
સુશીલ કુમારે કહ્યું કે, નેતાઓના મૌનથી એવા સંકેત મળી રહ્યા છે કે, રાષ્ટ્રીય જનતા દળ બિહારમાં ઈડી અને સીબીઆઈની તપાસ ટીમ પર આવો હુમલો કરાવી શકે છે. ઈડી ભ્રષ્ટાચારના ચોક્કર પુરાવા મળ્યા બાદ જ કોઈની વિરુદ્ધ તપાસ અને પૂછપરછ જેવી કાર્યવાહી કરે છે. ટીએમસી, રાજદ, ઝામુમો, કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટીના ભ્રષ્ટાચાર આરોપી નેતા પોતાના સમર્થકોની ભીડથી હુમલો કરાવી કેન્દ્રીય તપાસ એજન્સીઓની તપાસથી નહીં બચી શકે.
લાલૂ પરિવાર હોય કે પછી ઝારખંડ-દિલ્હીના CM ક્યાં સુધી બચશે
તેમણે કહ્યું કે, તપાસ એજન્સીઓ આવા હુમલાથી ડરવાની નથી. હુમલાના બીજા જ દિવસે રાશન કૌભાંડ મામલે પશ્ચિમ બંગાળમાંથી ટીએમસીના અન્ય એક નેતા શંકર આધ્યાની ધરપકડ કરવામાં આવી. નોકરીના બદલે જમીન મામલાના આરોપી લાલૂ પરિવારના લોકો હોય કે પછી જુદા જુદા કેસના આરોપીમાં ઝારખંડ અને દિલ્હીના મુખ્યમંત્રી હોય... કોઈપણ વ્યક્તિ ક્યાં સુધી ઈડીના સમન્સથી બચશે? કાયદો પોતાનું કામ કરશે. કોંગ્રેસ નેતા ધીરજ સાહૂ બાદ હરિયાણામાં કોંગ્રેસના એક ધારાસભ્યના પરિસરમાંથી કરોડો રૂપિયાની રોકડ જપ્ત થઈ, શું આ રોકડની તપાસ ન થવી જોઈએ?