લાલુને કીડનીની જરૃર ઃ સિંગાપોર સ્થિત પુત્રી પિતાને કીડની આપશે
સિંગાપોરના ડોક્ટરોની લાલુને કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ
લાલુના દીકરી રોહિણી આચાર્ય સિંગાપોરમાં રહે છે ઃ રાજદ પ્રમુખ તાજેતરમાં જ સિંગાપોરમાં સારવાર કરાવી પરત ફર્યાં
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૦
રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના સંરક્ષક લાલુ યાદવની
સિંગાપોરમાં રહેતી દીકરી પોતાના પિતાને એક કિડની દાનમાં આપશે તેમ લાલુ પરિવારના એક
સભ્યે એક નિવેદનમાં જણાવ્યું હતું.
ેઉલ્લેખનીય છે કે ૭૪ વર્ષીય લાલુ યાદવ ગયા મહિને જ
સિંગાપોરથી સારવાર કરાવીને પરત ફર્યા હતાં. તેઓ કિડનીની સારવાર માટે સિંગાપોર ગયા
હતાં. અનેક સ્વાસ્થ્ય સંબધી સમસ્યાઓનોે સામનો કરી રહેલા રાજદ પ્રમુખને ત્યાંના
ડોક્ટરોએ કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી છે.
લાલુ પરિવારના એક સભ્યે જણાવ્યું હતું કે સિંગાપોરમાં રહેતી
તેમની દિકરી રોહિઁણી આચાર્યે પોતાના પિતાને નવું જીવન આપવાનો નિર્ણય લીધો છે. લાલુ
યાદવ હાલમાં દિલ્હીમાં છે અને તે જામીન પર બહાર છે.
કથિત ચારા કૌભાંડ સાથે સંકળાયેલા કેસોમાં સંડોવણી બદલ લાલુ
યાદવ સજા કાપી રહ્યાં છે. જો કે ખરાબ તબિયતને કારણે તેમને અનેક વખત દિલ્હી અને
રાંચીમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી ક્યારે કરવામાં આવશે તે
અંગેની ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી.એઇમ્સ,
દિલ્હીના ડોક્ટરોએ જણાવ્યું છે કે તેમની પાસે આ અંગેની કોઇ માહિતી નથી. જો તે
વિદેશમાં સર્જરી કરાવે તો તેમને એઇમ્સ પાસેથી કોઇ પૂર્વ મંજૂરી લેવાની જરૃર નથી.