JDUમાં મોટી ઉથલપાથલ! લલન સિંહના રાજીનામા બાદ નીતીશ કુમાર બન્યા પાર્ટીના નવા અધ્યક્ષ
નીતિશ કુમાર લલન સિંહને ઘણી નવી અને મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપશે
JDU president election:દિલ્હીમાં આજે જનતા દળ યુનાઈટેડ(JDU)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક શરૂ થઈ છે. ત્યારે જેડીયુના અધ્યક્ષ પદેથી લલન સિંહે રાજીનામું આપી દીધું છે. લાંબા સમયથી આ વાતની ચર્ચા થઇ રહી હતી. હવે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર જેડીયુના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે.
જેડીયુ કાર્યકર્તાઓની માગ પર નીતીશ પાર્ટી અધ્યક્ષ બન્યા
જેડીયુ કાર્યકર્તાઓની માગ પર નીતિશ કુમારને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. જોકે, લોકસભાની ચૂંટણીના આયોજનને લઈને લલન સિંહની પ્રવૃત્તિ વધશે. નીતિશ કુમાર લલન સિંહને ઘણી નવી અને મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપશે.
રાજીનામું આપતા પહેલા લલન સિંહ એ જ કારમાં સીએમ નીતિશ કુમાર સાથે બેઠકમાં પહોંચ્યા હતા. સભા પહેલા સમર્થકોએ નીતિશની તરફેણમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. કાર્યકર્તાઓ 'નીતીશ કુમાર ઝિંદાબાદ'ના નારા લગાવતા જોવા મળ્યા હતા... 'નીતીશ કુમાર દેશના વડાપ્રધાન બનવું જોઈએ'.