લાલકૃષ્ણ અડવાણી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં નહીં આવે, આપ્યું આ કારણ

RSSના અધિકારીઓએ આપ્યું હતું આમંત્રણ

Updated: Jan 22nd, 2024


Google NewsGoogle News
લાલકૃષ્ણ અડવાણી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં નહીં આવે, આપ્યું આ કારણ 1 - image
Image: File Photo

Lal Krishna Advani Will Not Participate In Pran Pratishtha : ભાજપના વરિષ્ઠ  નેતા લાલકૃષ્ણ અડવાણી આજે નવા રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ નહી થાય. તેમણે ઠંડી અને ખરાબ વાતાવરણના કારણે અયોધ્યા પ્રવાસ રદ કરી દીધો છે. 96 વર્ષીય લાલકૃષ્ણ અડવાણીના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

RSSના અધિકારીઓએ આપ્યું હતું આમંત્રણ

RSSના અધિકારીઓ કૃષ્ણ ગોપાલ, રામ લાલ અને આલોક કુમાર લાલકૃષ્ણ અડવાણીના ઘરે પહોંચ્યા હતા અને તેમને રામ મંદિર ઉદ્ઘાટન સમારોહનું આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન અડવાણીએ કહ્યું હતું કે, “આ મોટી સૌભાગ્યની વાત છે કે મને આવા ભવ્ય પ્રસંગે પ્રત્યક્ષ હાજરી આપવાની તક મળી કારણ કે શ્રીરામ મંદિરનું ઉદ્ઘાટન માત્ર પૂજાની દૃષ્ટિએ પોતાના આરાધ્યની પૂજા કરવાનું પ્રસંગ નથી પરંતુ આ દેશની પવિત્રતા અને આ દેશની ગરિમાની સ્થાપનાનો આ અવસર છે.

“મેં કોઈ જન્મમાં પુણ્ય કર્યું હશે તેનું પરિણામ મળી રહ્યું છે”

લાલકૃષ્ણ અડવાણીએ વધુમાં કહ્યું, “સૌપ્રથમ, આટલા વર્ષો પછી અમે ભારતના 'સ્વ'ના પ્રતીકને ફરીથી બનાવ્યું છે. તે અમારા પ્રયત્નોના આધારે કરવામાં આવ્યું. બીજી વાત એ છે કે આપણે ઘણા દાયકાઓથી આપણી પોતાની દિશા શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, આપણે તે શોધી કાઢ્યું છે અને તે સ્થાપિત થઈ ગયું છે. દરેકના મનમાં એક માન્યતા સ્થાપિત થઈ ગઈ છે, જેના કારણે સમગ્ર દેશનું વાતાવરણ મંગલમય બની ગયું છે અને આવી સ્થિતિમાં, હું ત્યાં પ્રત્યક્ષ હાજર રહીશ, તે ઘટના જોઈશ, તેમાં સહયોગી બનીશ. આ મેં કોઈ જન્મમાં ક્યાંક પુણ્ય કર્યું હશે તેનું પરિણામ મળી રહ્યું છે. તેથી હું તમારો આભારી છું. આ એક એવી તક છે જે માંગ્યા પછી પણ ન મળે, જે મને મળી છે. હું ચોક્કસ આવીશ.

“સમારોહ દરમિયાન અડવાણીને તમામ જરૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે”

વિશ્વ હિન્દુ પરિષદના અધિકારી આલોક કુમારે કહ્યું હતું કે, “લાલકૃષ્ણ અડવાણીને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આયોજકોએ કહ્યું હતું કે અયોધ્યામાં સમારોહ દરમિયાન અડવાણીને તમામ જરૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.”

લાલકૃષ્ણ અડવાણી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં નહીં આવે, આપ્યું આ કારણ 2 - image


Google NewsGoogle News