'નિયતિએ નક્કી કરી લીધું હતું કે...', રામ મંદિરને લઈને લાલકૃષ્ણ અડવાણીનું મોટું નિવેદન

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News
'નિયતિએ નક્કી કરી લીધું હતું કે...', રામ મંદિરને લઈને લાલકૃષ્ણ અડવાણીનું મોટું નિવેદન 1 - image


Ram Mandir Inauguration : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થશે કે નહીં એ તમામ અટકળો વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી લાલકૃષ્ણ અડવાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે.

રામ મંદિર આંદોલનના મુખ્ય આગેવાનમાંથી એક અડવાણીએ કહ્યું કે, 'નિયતિએ નક્કી કરી લીધું હતું કે અયોધ્યામાં શ્રીરામનું મંદિર જરૂર બનશે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠા કરશે ત્યારે તેઓ આપણા ભારતવર્ષના પ્રત્યેક નાગરિકનું પ્રતિનિધિત્વ કરશે. મારી પ્રાર્થના છે કે આ મંદિર તમામ ભારતીયોને શ્રીરામના ગુણોને અપનાવવા માટે પ્રેરિત કરશે.'

લાલકૃષ્ણ અડવાણીએ એક ખાનગી ન્યૂઝ એજન્સીએ કહ્યું કે, 'રથયાત્રા શરૂ થયાના કેટલાક દિવસો બાદ જ મને તેનો અનુભવ થઈ ગયો હતો કે હું તો માત્ર એક સારથી હતો. રથયાત્રાના મુખ્ય સંદેશવાહક સ્વયં રથ જ હતો અને પૂજાને યોગ્ય એટલા માટે હતો કારણ કે તેઓ શ્રીરામ મંદિરના નિર્માણના પવિત્ર ઉદ્દેશ્યની પૂર્તિ માટે તેમના જન્મસ્થાન અયોધ્યા જઈ રહ્યા હતા.' તેમણે વધુમાં કહ્યું હતું કે, 'હું 22 જાન્યુઆરીએ થનાર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવાના પણ સંકેત આપ્યા.'

VHPના પ્રમુખ આલોક કુમારે પણ ગુરુવારે દાવો કર્યો કે, રામ મંદિર આંદોલનમાં અગ્રણી ભૂમિકા નિભાવનારા લાલકૃષ્ણ અડવાણી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં થનારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થશે.

અડવાણીએ 1990ના દાયકાની શરૂઆતમાં રામ મંદિર આંદોલનમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. જોકે, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત હજારો લોકો સામેલ થશે.

જોકે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરી કાર્યક્રમના આમંત્રણને ઠુકરાવતા કહી ચૂક્યા છે કે, આ ભાજપ ચૂંટણી ફાયદા માટે કરી રહી છે.


Google NewsGoogle News