Get The App

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી AIIMS હોસ્પિટલથી થયા ડિસ્ચાર્જ, જાણો કેવી છે તબિયત

Updated: Jun 27th, 2024


Google NewsGoogle News
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી AIIMS હોસ્પિટલથી થયા ડિસ્ચાર્જ, જાણો કેવી છે તબિયત 1 - image


Lal Krishna Advani Discharged From Delhi AIIMS : ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ગઈકાલે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ આજે ડિસ્ચાર્જ કરાયા છે. આ પહેલા હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, અડવાણીની સ્થિતિ સ્થિર છે અને તજજ્ઞોની ટીમ તેમની સારવાર કરી રહી છે. 96 વર્ષિય પૂર્વ નાયબ વડાપ્રધાનને બુધવારે રાત્રે લગભગ 10.30 કલાકે એમ્સના જૂના પ્રાઈવેટ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : સંસદમાંથી સેંગોલને હટાવવાની માંગ કરતો વિપક્ષ, શું છે રાજદંડનું ઐતિહાસિક મહત્ત્વ?

અડવાણીને ઉંમર સંબંધિત સમસ્યાઓ

ઉલ્લેખનીય છે કે, અડવાણી ઉંમર સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સામાન્ય રીતે ડૉક્ટરો તેમના ઘરે જ તેમની તપાસ કરે છે, જોકે બુધવારે પેશાબમાં સંક્રમણની ફરિયાદ કર્યા બાદ તેમના હોસ્પિટલ લવાયા હતા. એક સૂત્રએ જણાવ્યું કે, અડવાણની હાલત સ્થિર છે. યૂરોલૉજી, કાર્ડિયોલૉજી અને જેરિએટ્રિક મેડિસિન સહિત જુદાં જુદાં તબીબોની ટીમ તેની સ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે.

આ પણ વાંચો : સેંગોલ' પર સંસદમાં બબાલ, વિપક્ષે કહ્યું- રાજાશાહીનું પ્રતીક હટાવો, ભાજપે કહ્યું- સવાલ જ નથી...

અડવાણીએ ભાજપને આપ્યું જીવતદાન

ગાંધીનગર બેઠક પરથી છ વખત વિજેતા રહી ચૂકેલા લાલકૃષ્ણ અડવાણી 96 વર્ષના થઇ ગયા છે. તેમના રાજકીય ઈતિહાસ (Lal Krishna Advani Political Career)ની વાત કરીએ તો, 1984માં બે બેઠકો પર સમેટાઇ ગયેલી ભારતીય જનતા પાર્ટી (BJP)ને જીવતદાન આપવાનું કામ અડવાણીએ વાજપેયી સાથે મળીને કર્યું હતું. અડવાણીએ જ વાજપેયી સાથે મળીને ભાજપને ભારતીય રાજનીતિના કેન્દ્રમાં પહોંચાડી અને એ પછી ૧૯૯૮માં પહેલી વખત સત્તાનો સ્વાદ ચખાડયો.

આ પણ વાંચો : AAP માટે ગૂડ ન્યૂઝ, રાજ્યસભાના સાંસદ સંજય સિંહનું સસ્પેન્શન રદ, હવે ફરી સંસદ ગજવવા તૈયાર

અડવાણીએ ગાંધીનગર બેઠક પરથી સતત છ વખત વિજય મેળવ્યો

આજે ભાજપ જે મજબૂતાઇથી ઊભો છે એની પાછળ અડવાણીનો સિંહફાળો છે. અડવાણીએ જ 1992માં અયોધ્યા રથયાત્રા કાઢીને રાજનીતિમાં ભાજપની ધાર તેજ કરી હતી. સંસદીય રાજનીતિમાં અડવાણી છેક 1991માં ગાંધીનગરની બેઠક પરથી પહેલી વખત ચૂંટણી જીત્યાં હતાં. એ પછી 1998, 1999, 2004, 2009 અને 2014 એમ કુલ છ વખત તેમને સંસદ સુધી પહોંચાડવામાં ગાંધીનગરની બેઠક ભાગ્યશાળી નીવડી હતી. જોકે બાબરી કેસના કારણે 1996માં તેઓ ચૂંટણીના મેદાનમાં ઉતર્યાં નહોતાં. 

આ પણ વાંચો : 'મને લાગ્યો કે રોંગ નંબર..' પૂર્વ રાષ્ટ્રપતિના ફોન કોલનો રાજ્યસભા સાંસદે સંભળાવ્યો રસપ્રદ કિસ્સો

અડવાણીએ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર ઐતિહાસિક રથયાત્રા શરૂ કરી

આજની પેઢીને કદાચ એ ખ્યાલ પણ નહીં હોય કે એક જમાનામાં અડવાણીની ભારતીય રાજકારણમાં કેટલી બોલબાલા હતી. અડવાણીએ જ્યારે રથયાત્રાની શરૂઆત કરી ત્યારે તેઓ માત્ર હિન્દુત્ત્વ જ નહીં, ભાજપનો પ્રચાર પણ કરી રહ્યાં હતાં. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ધર્મના નામે આવી રાજકીય રેલી પહેલાં કદી નીકળી નહોતી. પરિણામ એ આવ્યું કે થોડાં જ વર્ષોમાં ભાજપની સંસદમાં બેઠકોનો આંકડો બેથી 182એ પહોંચી ગયો. એ સાથે જ ભાજપ પોતાના ગઢ ઉત્તર ભારતમાંથી બીજા પ્રદેશોમાં પણ ફેલાવા લાગ્યો હતો.

આ પણ વાંચો : I.N.D.I.A. ગઠબંધનમાં મતભેદોનો ખડકલો સર્જાશે, કોંગ્રેસનું વધશે ટેન્શન! NDA સહયોગીનો મોટો દાવો


Google NewsGoogle News