લક્ષદ્વીપ જવા માટે ક્યાંથી મળે છે પરમિટ? ઓનલાઈન કરી શકશો અરજી, જાણો વિગતે

માલદીવ બોયકોટનો મુદ્દો ઉઠ્યા બાદ લોકો લક્ષદ્વીપ જવાની યોજના બનાવી રહ્યા છે

જો તમે પણ ત્યાં જવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો કઈ વસ્તુઓની જરૂર પડશે

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
લક્ષદ્વીપ જવા માટે ક્યાંથી મળે છે પરમિટ? ઓનલાઈન કરી શકશો અરજી, જાણો વિગતે 1 - image


Lakshadweep Permit: તાજેતરમાં વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. ત્યારપછી તેમણે આ પ્રવાસની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સાથે તેમણે ભારતીયોને આ ટાપુની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરવા અપીલ પણ કરી હતી. પરંતુ શું તમે જાણો છો કે ભારતીયોને પણ લક્ષદ્વીપ જવા માટે પરમિટ લેવી જરૂરી છે?

શું છે લક્ષદ્વીપ જવા માટે નિયમ?

1967 માં લક્ષદ્વીપ, મિનિકોય અને અમિન્દિવી ટાપુઓ માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા હતા. જે અંતર્ગત જે લોકો આ સ્થળોએ નથી રહેતા તેમણે પ્રવેશ અને રહેવા માટે પરમિટ લેવી પડશે. જો કે, સરકારી અધિકારીઓ, સૈનિકો અને તેમના પરિવારોને ટાપુની મુલાકાત લેવા અથવા કામ કરવા માટે પરમિટની જરૂર નથી. તેમજ વિદેશી પ્રવાસીઓ માટે લક્ષદ્વીપ સહિત ભારતમાં પ્રવેશ મેળવવા માટે માન્ય પાસપોર્ટ અને ભારતીય વિઝા હોવા ફરજિયાત છે.

પરમિટ મેળવવા કેટલો ખર્ચ થાય?

લક્ષદ્વીપ પર્યટન વિભાગ મુજબ પ્રદેશની લગભગ 95 ટકા વસ્તી ધરાવતી સ્વદેશી અનુસૂચિત જનજાતિને સુરક્ષિત કરવા માટે ત્યાંની પરમિટ લેવી જરૂરી છે. 1967 ના નિયમો મુજબ, એન્ટ્રી પરમિટ ફોર્મ ઓનલાઈન ભરી શકાય છે અને તે એડમિનિસ્ટ્રેટરને સબમિટ કરવું જરૂરી છે. અરજદાર દીઠ અરજી ફી રૂ. 50 છે. આ ઉપરાંત 12 થી 18 વર્ષની વયના બાળકો માટે  અરજી ફી  રૂ. 100 અને 18 વર્ષથી વધુ વયની વ્યક્તિઓ માટે રૂ. 200 છે.

પોલીસની પરમિટ પણ લેવી પડશે 

ભારતમાં અન્ય સ્થળોએથી આવતા લોકોએ પણ તેમના સંબંધિત જિલ્લાના પોલીસ કમિશનર પાસેથી પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવું પડશે. આ ઉપરાંત, અરજદારોએ ત્રણ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે તેમના ID કાર્ડની સ્વ-પ્રમાણિત ફોટોકોપી પણ આપવાની રહેશે.

કેવી રીતે બનશે પરમિટ?

ભારતના કોઈ પણ સ્થળથી લક્ષદ્વીપ માટે સીધી ફ્લાઈટ નથી. અ માટે પહેલા કોચી જવું પડે છે. કોચીથી લક્ષદ્વીપનું અંતર લગભગ 440 કિમી છે. કોચીમાં લક્ષદ્વીપ એડમિનિસ્ટ્રેશનની ઓફિસ છે, જ્યાંથી પરમિટ મેળવી શકાય છે. જે માટે ત્યાં તમારે તમારું ઓળખ કાર્ડ અને મુસાફરીની સંપૂર્ણ માહિતી આપવી પડશે.

લક્ષદ્વીપ જવાના લગભગ 10 દિવસ પહેલા તમે ઓનલાઈન પરમિટ માટે પણ અરજી કરી શકો છો. ઓનલાઈન પરમિટની માન્યતા 30 દિવસની છે. જે મેળવવા માટે તમારે ગ્રીન ટેક્સ માટે લગભગ 300 રૂપિયા પણ ચૂકવવા પડશે. ઓનલાઈન પરમિટ લક્ષદ્વીપ એડમિનિસ્ટ્રેશનની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. 

લક્ષદ્વીપ જવા માટે ક્યાંથી મળે છે પરમિટ? ઓનલાઈન કરી શકશો અરજી, જાણો વિગતે 2 - image


Google NewsGoogle News