'દારૂ પીને ગેરવર્તણૂક કરી એટલે...' ભાજપના ધારાસભ્યને લાફો મારનારની પત્નીનો નવો ધડાકો
Lakhimpur Urban Co-Operative Bank: ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં અર્બન કો-ઓપરેટિવ બૅન્કની ચૂંટણી મુદ્દે બાર ઍસોસિયેશનના પ્રમુખ અવધેશ સિંહ દ્વારા ભાજપના ધારાસભ્યને માર મારવામાં આવ્યો હતો, તેમની પત્ની પુષ્પા સિંહે આરોપ લગાવ્યો છે કે ધારાસભ્ય યોગેશ શર્મા નશામાં હતા અને તેમણે મને ધક્કો માર્યો હતો. પુષ્પા સિંહ ભાજપ મહિલા મોરચાની જિલ્લા પ્રભારી છે અને અર્બન કો-ઓપરેટિવ બૅન્કની પ્રમુખ રહી ચૂકી છે.
નશામાં કરી ગેરવર્તૂણક
મીડિયા સાથે વાત કરતાં પુષ્પા સિંહે ઘટના વિશે જણાવ્યું કે, અમે લગભગ 11.30 વાગ્યે ઉમેદવારી નોંધાવા ગયા હતા. ત્યારે ભાજપના ધારાસભ્ય યોગેશ વર્મા નશામાં આવી રહ્યા હતા. આખું વહીવટીતંત્ર જોઈ રહ્યું હતું કે તે દારૂ પીને લથડિયાં ખાઈ રહ્યા છે. જ્યોતિ શુક્લા મારી સાથે હતા. હું ફોર્મ લઈને બહાર આવી કે તરત જ તેની સાથે આવેલા સોનુ સિંહ, અભિષેક અને હેમુ ગુપ્તાએ મારું ફોર્મ છીનવી લીધું અને જ્યોતિ શુક્લાને ધક્કો માર્યો હતો. જ્યારે તે પડી ત્યારે મેં તેને ઊભી કરી અને વહીવટીતંત્ર જોઈ રહ્યું હતું.
આ પણ વાંચોઃ VIDEO : યુપી પોલીસની હાજરીમાં જ ભાજપના ધારાસભ્યને લાફો ઝીંક્યો, પછી કોલર પકડી ખેંચ્યો
પુષ્પા સિંહે કહ્યું કે હું એક મહિલા છું. હું સમાજની સેવા કરું છું. હું ભાજપનો પૂર્વ ઉપપ્રમુખ, જિલ્લા પંચાયત સભ્ય, બ્લોક પ્રમુખ અને સહકારી અધ્યક્ષ રહી ચૂકી છું. અત્યારે હું મહિલા મોરચાની જિલ્લા પ્રભારી છું. હું પોતે અડધી વસ્તીનું પ્રતિનિધિત્વ કરું છું. હું આખી નવરાત્રિ ઉપવાસ કરું છું. જો હું જૂઠું બોલું તો કાં તો તે મરી જાય અથવા હું મરી જાઉં. જ્યારે ધારાસભ્યે મને ધક્કો માર્યો ત્યારે મેં પણ તેમને ધક્કો માર્યો હતો. ત્યાં સુધીમાં જ્યોતિ શુક્લાએ મારા પતિને ફોન કર્યો કે યોગેશ વર્મા મારી સાથે ગેરવર્તન કરી રહ્યો છે. મેં પણ તેનો જવાબ આપ્યો.
વકીલની પત્ની ભાવુક થઈ ગઈ
ભાજપ ધારાસભ્ય યોગેશ વર્માએ આરોપ લગાવતાં વકીલની પત્ની ભાવુક થઈ હતી અને કહ્યું કે, સમગ્ર શહેર અસુરક્ષિત હોવાનો અનુભવ કરી રહ્યું છે આવા કૃત્યથી, આવા વ્યક્તિથી. હાલ થોડા દિવસ પહેલાં જ રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું. જેમાં ધારાસભ્યે દારૂ પીને ધમાચકડી કરી હતી.
આવા ધારાસભ્યને સજા કરવી જોઈએઃ પુષ્પા સિંહ
ભાજપ મહિલા મોરચાના નેતા પુષ્પા સિંહે કહ્યું કે હું ઇચ્છું છું કે આપણે મહિલાઓ પણ મતદાન કરીએ છીએ. અમે સમાજમાં જ રહીએ છીએ. આપણા યોગીજીના શાસનમાં મહિલાઓ બહાર આવે છે અને ખુલ્લેઆમ વાત કરે છે, પરંતુ આવા ધારાસભ્ય ક્યારેય ન આવવા જોઈએ, જે ફક્ત મહિલાઓનું અપમાન કરવા માટે બહાર ફરે છે. હું હાથ જોડીને ભાજપને વિનંતી કરું છું કે આવા ધારાસભ્યને કડક સજા કરવામાં આવે. મેં 2017 અને 2022ની ચૂંટણીમાં MLA માટે પ્રચાર કર્યો હતો. હું મહિલા મોરચાની પ્રભારી છું, જ્યારે હું મારી જ ઈજ્જત નથી બચાવી શકતી તો બીજી મહિલાઓને કેવી રીતે બચાવીશ.
ધારાસભ્ય યોગેશ વર્માએ દારૂ અંગે સ્પષ્ટતા કરી
દારૂ પીવાના આરોપ પર ભાજપના ધારાસભ્ય યોગેશ વર્માએ કહ્યું કે દારૂના નશામાં હોવાનુ તથ્ય તદ્દન ખોટું છે. મારી તપાસ કરાવવી જોઈએ. અર્બન કોઓપરેટિવ બૅન્કની ચૂંટણી છે. ભાજપના કાર્યકરો ઉમેદવારી પત્રક લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. પહેલા અમારા ટ્રેડ યુનિયનના નેતાને માર મારવામાં આવ્યો, પછી તેમનું પેમ્ફલેટ ફાડી નાખવામાં આવ્યું. માહિતી મળ્યા બાદ જ્યારે હું તેમને મળવા આવ્યો ત્યારે વકીલ અવધેશ સિંહે પણ મારા પર હાથ ઉગામ્યો હતો. તેમણે (અવધેશ સિંહ) મારો કોલર પકડી લીધો હતો. જેના તેમને ભારે પરિણામ ભોગવવા પડશે. વકીલ અવધેશ સિંહે આખી જિંદગી દલાલી કરી છે, તે સિવાય તેમણે બીજું કંઈ કર્યુ નથી.