Get The App

VIDEO : યુપી પોલીસની હાજરીમાં જ ભાજપના ધારાસભ્યને લાફો ઝીંક્યો, પછી કોલર પકડી ખેંચ્યો

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
BJP MLA Yogesh Verma


BJP MLA Yogesh Verma: આજે ઉત્તર પ્રદેશની લખીમપુર બેઠકથી ભાજપના ધારાસભ્ય યોગેશ વર્માને બાર ઍસોસિયેશનના પ્રમુખ અવધેશ સિંહે લાફો ઝીંકી દીધો હતો. આ થપ્પડ મારવાનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વિવાદ અર્બન કોઓપરેટિવ બૅંક મેનેજમેન્ટ કમિટીની ચૂંટણીને લઈને થયો હતો. આ માટે નામાંકન આજે યોજવામાં આવ્યું હતું. 

બાર એસોસિએશનના પ્રમુખે ધારાસભ્યને લાફો ઝીંક્યો 

બાર ઍસોસિયેશનના પ્રમુખ અવધેશ સિંહના પત્ની પુષ્પા સિંહ આ ચૂંટણીમાં ઉમેદવાર છે. તેમજ બીજેપીના સદર ધારાસભ્ય યોગેશ વર્માએ નોમિનેશનમાં ગોટાળાનો આરોપ લગાવ્યો હતો. બુધવારે સવારે ધારાસભ્ય અને બાર ઍસોસિયેશનના પ્રમુખ સામસામે આવી ગયા હતા. 

આ બોલાચાલી વચ્ચે ભાજપના ધારાસભ્ય યોગેશ વર્માને ઍસોસિયેશનના પ્રમુખ અવધેશ સિંહે પોલીસની હાજરીમાં લાફો ઝીંકી દીધો હતો. ત્યારબાદ ધારાસભ્યના સમર્થકોએ અવધેશ પર હુમલો પણ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પોલીસે ભારે મુશ્કેલીથી ધારાસભ્યને બચાવ્યા

સ્થળ પર હાજર પોલીસે દરમિયાનગીરી કરીને બન્નેને અલગ કરતાં ધારાસભ્યને દૂર લઈ ગઈ હતી. પરંતુ બીજા જૂથના લોકોએ સદર ધારાસભ્યને ઘેરી લીધા હતા અને મારપીટ શરુ કરી હતી. આ સમગ્ર ઘટના દરમિયાન પોલીસે બન્ને પક્ષોને પકડવા અને અલગ કરવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો. પોલીસે ભારે મુશ્કેલીથી ધારાસભ્યને બચાવ્યા હતા.

આ પણ વાંચો: હરિયાણાના ચૂંટણીના પરિણામો પર રાહુલ ગાંધી ચોંક્યા, જમ્મુ-કાશ્મીર વિશે જુઓ શું બોલ્યાં

શું છે મામલો? 

આ ઘટના બાદ મીડિયા સાથે વાત કરતાં ધારાસભ્ય યોગેશ વર્માએ કહ્યું કે, 'આજે અર્બન કોઓપરેટિવ બૅંકની ચૂંટણી છે, ભાજપના કાર્યકરો નામાંકન લેવા આવ્યા હતા. આ દરમિયાન તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. પહેલા ટ્રેડ યુનિયનના નેતા રાજુ અગ્રવાલને માર મારવામાં આવ્યો અને તેમનું પેમ્ફલેટ ફાડી નાખવામાં આવ્યું. જ્યારે હું તેમને મળવા આવ્યો ત્યારે વકીલ અવધેશ સિંહે પણ મને લાફો ઝીંકી દીધો હતો.'

ધારાસભ્યએ વધુમાં કહ્યું કે, 'અવધેશ સિંહે મને લાફો મારીને મોટી ભૂલ કરી છે. હવે તેમને આના ભારે પરિણામ ભોગવવા પડશે. મારી સાથે આ ઘટના બની ત્યારે પ્રશાસન સક્રિય થઈ ગયું હતું. અવધેશ સિંહ એન્ડ કંપની દ્વારા લોકોના પેમ્ફલેટ ફાડવામાં આવી રહ્યા છે.' તેમજ અવધેશ સિંહ વતી, ધારાસભ્ય પર મતદાર યાદી ફાડવાનો અને મનસ્વી રીતે ચૂંટણીને પ્રભાવિત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

VIDEO : યુપી પોલીસની હાજરીમાં જ ભાજપના ધારાસભ્યને લાફો ઝીંક્યો, પછી કોલર પકડી ખેંચ્યો 2 - image


Google NewsGoogle News