સ્ટાઇલિશ ચોર! વૈભવી કારમાં આવી અને મંદિરમાંથી ચાંદીની મૂર્તિ ચોરી રફુચક્કર થઇ ફિઝિયોથેરેપિસ્ટ
Lady physiotherapist thief stole silver idol: મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાંથી ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સ્ટાઇલિશ ચોરે ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ભોપાલમાં પોલીસે એક મહિલા ફિઝિયોથેરેપિસ્ટની ચોરીના આરોપમાં ધકપકડ કરી લીધી છે. આ મહિલાએ એક હૉસ્પિટલ પરિસરમાં બનેલા મંદિરમાંથી ચાંદીની મૂર્તિની ચોરી કરી લીધી હતી. CCTV ફૂટેજની મદદથી તલાશ કરી રહેલી પોલીસે મૂર્તિ પણ રિકવર કરી લીધી છે.
મિસરોદ સ્થિત એક પ્રાયવેટ હૉસ્પિટલના સ્ટાફે ફરિયાદ નોંધાવી હતી કે, હૉસ્પિટલ પરિસરમાં સ્થિત મંદિરમાંથી લક્ષ્મી માતાની 60 હજારની કિંમતની ચાંદીની મૂર્તિ ચોરી થઈ ગઈ છે.
પોલીસે કાર નંબર પરથી મહિલાની ઓળખ કરી
ફરિયાદના આધારે તપાસ કરી રહેલી પોલીસે જ્યારે હૉસ્પિટલના CCTV ફૂટેજ તપાસ્યા તો એક શંકાસ્પદ મહિલા હાથમાં બે બોક્સ લઈને જતી નજર આવી. આગળ જઈને મહિલા એક કારમાં બેસી ગઈ અને ડ્રાઇવિંગ કરીને ત્યાંથી જતી રહી. પોલીસે કાર નંબર પરથી મહિલાની ઓળખ કરી લીધી. ત્યારબાદ જ્યારે પોલીસ મહિલાના ઘરે પહોંચે છે ત્યારે ત્યાંથી ચોરી થયેલી મૂર્તિ મળી આવે છે.
આ પણ વાંચો: અમરેલી લેટરકાંડ: સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપાઈ તપાસ, નિર્લિપ્ત રાય કરશે ઈન્વેસ્ટિગેશન
પોતાના શોખ પૂરા કરવા માટે મૂર્તિ ચોરી
મહિલાએ પોલીસને જણાવ્યું કે, હું એક ફિઝિયોથેરેપિસ્ટ છું અને પોતાના શોખ પૂરા કરવા માટે મૂર્તિ ચોરી હતી. હાલમાં પોલીસે મહિલા પાસેથી મૂર્તિ રિકવર કરી લીધી છે અને ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાયેલી કાર પણ જપ્ત કરી લીધી છે.