ઉત્તરપ્રદેશમાં મહિલા જજે સરકારી આવાસે ગળે ફાંસો ખાધો, પોલીસ દોડતી થઇ

મહિલા જજ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News
ઉત્તરપ્રદેશમાં મહિલા જજે સરકારી આવાસે ગળે ફાંસો ખાધો, પોલીસ દોડતી થઇ 1 - image
Image: Twitter

Lady Judge Died In Uttar Pradesh : ઉત્તર પ્રદેશના બદાયુથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. આજે સવારે મહિલા જજ જ્યોત્સના રાયનો મૃતદેહ સરકારી આવાસમાં લટકતો મળી આવ્યો હતો. આ ઘટનાની માહિતી મળતા પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. ડીએમ-એસએસપી સહિત અનેક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

પોલીસને મળી સુસાઇડ નોટ

મળતી માહિતી મુજબ મહિલા જજ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જો કે હજુ સુસાઇડ નોટ અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. ફોરેન્સિક ટીમ અને ડોગ સ્કવોડને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. આ ઘટના અંગે અધિકારીઓ કંઈપણ કહેવાથી બચી રહ્યા છે.

નિવાસસ્થાનના કર્મચારીઓએ કરી પોલીસને જાણ

મળેલી માહિતી મુજબ આજે સવારે નિવાસસ્થાનના કર્મચારીઓએ જજ જ્યોત્સના રાયની લાશ લટકતી જોઈ હતી. પછી તેઓએ પોલીસ અને અન્ય જજોને જાણ કરી. આ પછી જિલ્લા ન્યાયાધીશ, ડીએમ, એસએસપી, સિટી એસપી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

મઉ જીલ્લાની રહેવાસી હતી જ્યોત્સના

ઘટનાની સુચના મળતા જ ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મામલાની તપાસ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યોત્સના મૂળરૂપે મઉ જીલ્લાની રહેવાસી હતી. તે બદાયુમાં સિવિલ જજ જુનિયર ડિવિઝનની મુન્સિફ મેજિસ્ટ્રેટ હતી.

ઉત્તરપ્રદેશમાં મહિલા જજે સરકારી આવાસે ગળે ફાંસો ખાધો, પોલીસ દોડતી થઇ 2 - image


Google NewsGoogle News