Get The App

લડાખના સોનમ વાંગચૂંકે ૨૧ દિવસ પછી છેવટે ઉપવાસ છોડયા, લડત ચાલુ રાખવાનો નિર્ધાર

શુન્ય ડિગ્રી કડકડતી ઠંડીમાં ૬ માર્ચના રોજ ભૂખ હડતાલ શરુ કરી હતી

લડ્ડાખ અધિકારો અને સુરક્ષા માટે લડાઇ ચાલુ રાખવાની જાહેરાત

Updated: Mar 26th, 2024


Google NewsGoogle News
લડાખના સોનમ વાંગચૂંકે ૨૧ દિવસ પછી  છેવટે  ઉપવાસ છોડયા, લડત ચાલુ રાખવાનો નિર્ધાર 1 - image


નવી દિલ્હી,૨૬ માર્ચ,૨૦૨૪,મંગળવાર 

લડાખને રાજયનો દરજ્જો આપવા તથા પર્યાવરણને લગતી સમસ્યાઓ પર સરકારનું ધ્યાન દોરવા માટે ઉપવાસ પર ઉતરેલા એકટિવિસ્ટ સોનમ વાંગચૂકે ૨૧ દિવસ પછી આમરણ ઉપવાસ છોડયા છે. વાગચૂંક લડાખને રાજયના દરજ્જા ઉપરાંત બંધારણની છઠી અનુસૂચીમાં સમાવિષ્ટ કરવાની માંગ કરી હતી. 

૭ સપ્તાહની ભૂખ હડતાલ છોડયા પછી લડ્ડાખ  રાજકિય અધિકારો અને બંધારણીય સુરક્ષા માટે પોતાની માંગો અને માંગો માટે લડાઇ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.  વાગચૂંકના સમર્થનમાં હજારો લોકો ઉમટી પડયા હતા. સોનમ વાંગચૂંક સોશિયલ મીડિયા પરની એક વીડિયો પોસ્ટમાં ખૂબજ અશકત જણાતા હતા. 

લડાખના સોનમ વાંગચૂંકે ૨૧ દિવસ પછી  છેવટે  ઉપવાસ છોડયા, લડત ચાલુ રાખવાનો નિર્ધાર 2 - image

લડ્ડાખના લોકોને રાષ્ટ્રીય હિતમાં ખૂબજ સાવધાનીપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનું આહ્વવાન કર્યુ હતું. જાણીતા શિક્ષણ સુધારક, થ્રી ઇડિયેટ ફેઇમ પર્યાવરણવાદી વાંગચૂકે  શુન્ય ડિગ્રી કડકડતી ઠંડીમાં ૬ માર્ચના રોજ ભૂખ હડતાલ શરુ કરી હતી. કેટલાક મહિલા સમૂહોએ લડ્ડાખના પર્યાવરણને બચાવવા તથા રાજકીય માંગો પુરી થાય તે માટે ભૂખ હડતાલ કરવાની જાહેરાત કરી હતી. 


Google NewsGoogle News