Get The App

ગૌમાંસ ખાવાની આશંકા બાદ શ્રમિકનું મોબ લિન્ચિંગ, ગૌરક્ષા દળના પાંચ લોકોની ધરપકડ

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
Haryana Mob Lynching
Representative image

Haryana Mob Lynching: હરિયાણાના ચરખી-દાદરી જિલ્લામાં મોબ લિન્ચિંગની ઘટના સામે આવી છે. જ્યાં ગૌમાંસ ખાવાની શંકામાં પરપ્રાંતિય શ્રમિકને ઢોર માર મારી હત્યાના કેસમાં પોલીસે ગૌરક્ષા દળના પાંચ લોકોની ધરપકડ કરી છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલા બે કિશોરોની પણ ધરપકડ કરાઈ છે. અહેવાલો અનુસાર, શ્રમિકની ઓળખ પશ્ચિમ બંગાળના રહેવાસી સાબીર મલિક તરીકે થઈ છે.

આરોપીઓએ શ્રમિકોને કોઈ બહાને બોલાવ્યો

અહેવાલો અનુસાર, હરિયાણાના ચરખી-દાદરી જિલ્લામાં 27મી ઓગસ્ટે ગૌમાંસ ખાવાની શંકામાં બે શ્રમિકને ટોળાએ નિર્દયતાથી ઢોર માર મારવામાં આવ્યા હતો. જેમાં પશ્ચિમ બંગાળના રહેવાસી સાબીર મલિકનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય શ્રમિકનું ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. આ મામલે ગૌરક્ષા દળના પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અભિષેક, મોહિત, રવિન્દર, કમલજીત અને સાહિલે પીડિત સાબીર મલિકને પ્લાસ્ટિકની ખાલી બોટલો વેચવાના બહાને એક દુકાનમાં બોલાવ્યા હતા અને બાદમાં તેને ઢોર માર માર્યો હતો.

આ પણ વાંચો: એવું શું થયું કે મધરાતે ભેંસ લઈને ભાગતા ચોરોએ જ પોલીસ બોલાવી, કહ્યું- સાહેબ બચાવી લો


આ કેસમાં બે કિશોરની સંડોવણી

આ મામલે  કેટલાક લોકોએ દરમિયાનગીરી કરી તો આરોપીઓ સાબિર મલિકને બીજી જગ્યાએ લઈ ગયા અને તેને ફરીથી માર માર્યો હતો, જેના કારણે સાબિરનું મૃત્યુ નીપજ્યું હતું.  પાંચેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય બે કિશોરો પણ ઝડપાઈ ગયા છે.

મુખ્યમંત્રી નયાબ સિંહ સૈનીએ આપી પ્રતિક્રિયા

મોબ લિન્ચિંગની ઘટનાને લઈને હરિયાણાના મુખ્યમંત્રી નયાબ સિંહ સૈનીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, 'અમે ગૌમાતાની સુરક્ષા માટે કડક કાયદો બનાવ્યો છે. આ માટે કોઈ સમાધાન નથી. લોકોમાં ગૌમાતા પ્રત્યે શ્રદ્ધા છે. તેમની લાગણીઓ જોડાયેલ છે. આવી માહિતી આવે ત્યારે ગામના લોકો પ્રતિક્રિયા આપે છે. હું ભારપૂર્વક કહું છું કે  મોબ લિન્ચિંગની આવી ઘટનાઓ દુર્ભાગ્યપૂર્ણ છે અને ન થવી જોઈએ.

ગૌમાંસ ખાવાની આશંકા બાદ શ્રમિકનું મોબ લિન્ચિંગ, ગૌરક્ષા દળના પાંચ લોકોની ધરપકડ 2 - image


Google NewsGoogle News