Get The App

કુવૈતના ક્રાઉન પ્રિન્સના નિધન પર ભારતમાં રાજકીય શોકનું એલાન, રાષ્ટ્રધ્વજ અડધો ઝૂકેલો રહેશે

અમીર શેખ નવાફ અલ-અહમદ અલ-જબર અલ-સબાહનું 86 વર્ષની વયે નિધન

શેખ નવાફના દુર્ભાગ્યપૂર્ણ નિધન અંગે જાણીને દુઃખ થયું : વડાપ્રધાન મોદી

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News
કુવૈતના ક્રાઉન પ્રિન્સના નિધન પર ભારતમાં રાજકીય શોકનું એલાન, રાષ્ટ્રધ્વજ અડધો ઝૂકેલો રહેશે 1 - image

કુવૈતના શાસક અમીર શેખ નવાફ અલ-અહમદ અલ-જબર અલ-સબાહનું 86 વર્ષની વયે નિધન થયું છે. રોયલ કોર્ટ તરફથી નિવેદન જાહેર કરાયું છે કે, અમે દુઃખ સાથે શેખના નિધનની માહિતી આપી રહ્યા છીએ. સરકારી ટીવી પર પણ શેખના નિધનની માહિતી અપાઈ છે. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુવૈતના શાસક અમીર શેખ નવાફ અલ અહમદ અલ સબાના નિધન પર શનિવારે દુઃખ વ્યક્ત કર્યું.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, શેખ નવાફના દુર્ભાગ્યપૂર્ણ નિધન અંગે જાણીને દુઃખ થયું. અમે શાહી પરિવાર અને કુવૈતના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ સાથે જ સરકારે રવિવારે એક દિવસના રાજકીય શોકનું એલાન કર્યું છે. આ દરમિયાન રાષ્ટ્રીય ધ્વજ અડધો ઝૂકેલો રહેશે.

ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, અમીર શેખના સન્માનમાં ભારત સરકારે નિર્ણય લીધો છે કે, 17 ડિસેમ્બરે એક દિવસનો શોક હશે. આખા ભારતમાં તે તમામ બિલ્ડિંગ પર રાષ્ટ્રીય ધ્વજ અડધો ઝૂકેલો રહેશે, જ્યાં રાષ્ટ્રીય ધ્વજ નિયમિત રીતે લહેરાવવામાં આવે છે. આ દરમિયાન કોઈ મનોરંજનનું કામ નહીં થાય.

જણાવી દઈએ કે, તેમની તબિયત ઘણા દિવસોથી ખરાબ હતી. માર્ચ 2021માં તેમણે સારવાર માટે અમેરિકાની મુસાફરી કરી હતી. ત્યારે, કુવૈતમાં સત્તા માટે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે તેમની તબિયત બગડી હતી. 

મહત્વનું છે કે, કુવૈતની સત્તા અલ સબાહના જ પરિવારમાં રહે છે. શેખ નવાફને 2006માં ક્રાઉન પ્રિન્સ જાહેર કરાયા હતા. તેમના પિતરાઈ ભાઈ શેખ સબાહ અલ અહમદ અલ સબાહને તેમના ક્રાઉન પ્રિન્સ જાહેર કરાયા હતા.

2020માં શેખ સબાહ અલ અહમદ સબાહના નિધન બાદ શેખ નવાફ અમીર બન્યા. શેખ સબાહને રણનીતિ અને શાંતિ સ્થાપિત કરવા માટે ઓળખવામાં આવતા હતા. આ પહેલા શેખ નવાફ કુવૈતના ગૃહ અને રક્ષા મંત્રી પણ રહી ચૂક્યા હતા. જોકે, તે સરકારમાં વધુ સક્રીય નહોતા રહેતા. હવે કહેવામાં આવી રહ્યું છે કે, દુનિયાના સૌથી વધુ ઉંમરના ક્રાઉન પ્રિન્સ શેખ મેશાલ અલ અહમદ અલ જબર જે 83 વર્ષના છે, તેઓ આગામી અમીર હશે.

જણાવી દઈએ કે, કુવૈત દુનિયાનો છઠ્ઠો સૌથી મોટો તેલ ભંડાર છે. ખાડી યુદ્ધમાં સદ્દામ હુસેનની ઈરાકી સેનાને બહાર કર્યા બાદથી કુવૈત અને અમેરિકાની મિત્રતા રહી છે. કતારમાં 13500થી વધુ અમેરિકન સૈનિક છે. મધ્ય-પૂર્વ એશિયામાં અમેરિકાનો દબદબો છે તો તે કુવૈતના કારણે છે.



Google NewsGoogle News