Get The App

કૂનો નેશનલ પાર્કથી આવ્યા સારા સમાચાર, માદા ચિત્તા જ્વાલાએ આપ્યો ત્રણ બચ્ચાને જન્મ

ત્રણ બચ્ચાના જન્મ બાદ ચિત્તાની સંખ્યા વધીને 17 થઇ ગઈ છે

એક મહિના પહેલા આશા ચિત્તાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
કૂનો નેશનલ પાર્કથી આવ્યા સારા સમાચાર, માદા ચિત્તા જ્વાલાએ આપ્યો ત્રણ બચ્ચાને જન્મ 1 - image
image: Twitter

Kuno National Park : કૂનો નેશનલ પાર્કમાં આજે ત્રણ નવા ચિત્તાના બચ્ચાનો જન્મ થયો છે. માદા ચિત્તા જ્વાલાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે. ત્રણેય બચ્ચા સંપૂર્ણ સ્વસ્થ છે. આ પહેલા પણ જ્વાલાએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. જેમાંથી ત્રણ બચ્ચા મૃત્યુ પામ્યા હતા. કૂનો નેશનલ પાર્કમાં આ ત્રણ બચ્ચાના જન્મ બાદ ચિત્તાની સંખ્યા વધીને 17 થઇ ગઈ છે. આમાં 7 ચિત્તાના બચ્ચા પણ સામલે છે.

એક મહિના પહેલા આશા ચિત્તાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો

લગભગ એક મહિના પહેલા નામિબિયાથી લાવવામાં આવેલી આશા નામની માદા ચિતાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો. અગાઉ માર્ચ 2023માં પણ માદા ચિત્તા જ્વાલાએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. તેમાંથી ત્રણ થોડા મહિનામાં મૃત્યુ પામ્યા હતા. હાલમાં આ બચ્ચાઓ ડોકટરોની દેખરેખ હેઠળ છે. કેન્દ્રીય વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે પોતે આ માહિતી આપી હતી. 

 મેનેજમેન્ટે બચ્ચાના મૃત્યુનું કારણ કાળઝાળ ગરમીને ગણાવ્યું

જણાવી દઈએ કે આ પહેલા માદા ચિત્તા જ્વાલાએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. પરંતુ તેમાંથી માત્ર એક જ જીવિત બચ્યો હતો. જ્વાલા પહેલા શિયાયાના નામે ઓળખાતી હતી બાદમાં તેનું નામ જ્વાલા રાખવામાં આવ્યું હતું. જ્વાલાને પણ નામિબિયાથી લાવીને કૂનો નેશનલ પાર્કમાં સ્થાયી કરવામાં આવી હતી. ત્યારબાદ કૂનો નેશનલ પાર્કના મેનેજમેન્ટે બચ્ચાના મૃત્યુનું કારણ કાળઝાળ ગરમીને ગણાવ્યું હતું.

કૂનો નેશનલ પાર્કથી આવ્યા સારા સમાચાર, માદા ચિત્તા જ્વાલાએ આપ્યો ત્રણ બચ્ચાને જન્મ 2 - image


Google NewsGoogle News