Get The App

કુણાલ કામરા વિવાદમાં પાડાના વાંકે પખાલીને ડામ, BMCએ હેબિટેટ સ્ટુડિયો પર હથોડો ઝીંક્યો

Updated: Mar 24th, 2025


Google News
Google News
કુણાલ કામરા વિવાદમાં પાડાના વાંકે પખાલીને ડામ, BMCએ હેબિટેટ સ્ટુડિયો પર હથોડો ઝીંક્યો 1 - image


Kunal Kamra Controversy: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરાના નિવેદનથી રાજકારણ ગરમાયું છે. બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના અધિકારીઓએ મુંબઈના હેબિટેટ સ્ટુડિયો પર કાર્યવાહી હાથ ધરી છે. આ સ્ટુડિયોનો એક હિસ્સો તોડી પડાયો છે. આ સ્ટુડિયોમાં જ કામરાનો વિવાદિત શૉ થયો હતો, જેમાં તેણે શિંદેને ગદ્દાર કહેતા મામલો ગરમાયો હતો. 

આ વિવાદ બાદ હેબિટેટ સ્ટુડિયોએ નિવેદન જાહેર કરી અસ્થાયી ધોરણે સ્ટુડિયો બંધ કર્યો હતો. યુનિકોન્ટિનેટલ હોટલમાં આવેલા હેબિટેટ સ્ટુડિયોએ જણાવ્યું હતું કે, ‘અહીં આવતા કલાકાર તેમના વિચારો અને રચનાત્મક વિકલ્પો માટે પોતે જવાબદાર છે. અમે ક્યારેય તેમના દ્વારા રજૂ કરવામાં આવેલા કન્ટેન્ટમાં સંડોવાયેલા નથી. પરંતુ હાલની ઘટનાઓએ અમને ફરી વિચારવા મજબૂર કર્યા છે કે, કેવી રીતે અમને વારંવાર દોષિત ઠેરવવામાં આવી રહ્યા છે. અમે કલાકારના પ્રતિનિધિ હોઈએ એ રીતે અમારા પર હુમલો થઈ રહ્યો છે. જ્યાં સુધી અમે પોતે અને પોતાની સંપત્તિને જોખમમાં મૂક્યા વિના મુક્ત અભિવ્યક્તિ માટે એક મંચ પ્રદાન કરવાની રીત શોધી ન કાઢીએ ત્યાં સુધી અમે સ્ટુડિયો બંધ રાખીશું.’


આ પણ વાંચોઃ 'કુણાલ કામરા જ્યાં મળી જશે, ત્યાં મારીશું...' શિંદેને ગદ્દાર કહેવાના વિવાદમાં નિલેશ રાણેની ધમકી

એકનાથ શિંદે પર નિવેદનથી શિવસેના રોષે

કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર દિલ તો પાગલ હૈ ગીતની પૅરોડી કરીને રજૂ કરી હતી. જેમાં શિંદેને ગદ્દાર કહીને સંબોધ્યા હતા. શિંદે પર આકરા પ્રહારોથી શિવસેના રોષમાં આવી હતી. તેઓએ રવિવારે મુંબઈના ખાર વિસ્તારમાં સ્થિત સ્ટુડિયો અને હોટલ યુનિકોન્ટિનેન્ટલમાં તોડફોડ કરી હતી. શિવસૈનિકોએ દાવો કર્યો હતો કે, આ સ્ટુડિયોમાં કુણાલનો વીડિયો રૅકોર્ડ કરવામાં આવ્યો હતો. શિંદે સેનાના ધારાસભ્ય મુરાજી પટેલે એમઆઇડીસી પોલીસ સ્ટેશનમાં કુણાલ કામરા વિરૂદ્ધ એફઆઇઆર નોંધાવી છે.  

કુણાલ કામરા વિવાદમાં પાડાના વાંકે પખાલીને ડામ, BMCએ હેબિટેટ સ્ટુડિયો પર હથોડો ઝીંક્યો 2 - image

Tags :