Get The App

જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, લશ્કર-એ-તૈયબાના પાંચ આતંકી ઠાર

ગઈકાલથી જ આ વિસ્તારમાં સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરુ થઇ હતી

Updated: Nov 17th, 2023


Google NewsGoogle News
જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, લશ્કર-એ-તૈયબાના પાંચ આતંકી ઠાર 1 - image


Kulgam Encounter: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. ભારતીય સેનાના જવાનોએ લશ્કર-એ-તૈયબાના પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા છે. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરુ છે. ગઈકાલથી જ આ વિસ્તારમાં સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરુ થઇ હતી.  સેનાની 34 રાષ્ટ્રીય રાઈફલ્સ, એલિટ સ્પેશિયલ ફોર્સ યુનિટ, પોલીસ અને સીઆરપીએફ સંયુક્ત રીતે આતંકવાદીઓને શોધી રહ્યા છે. ઠાર કરેલા આતંકવાદીઓ સ્થાનિક હોવાની માહિતી મળી રહી છે. 

'ઓપરેશન કાલી' હેઠળ સેનાને મળી મોટી સફળતા 

સુરક્ષા દળોના સૂત્રોને આધારે જાણવા મળ્યું છે કે, આ આતંકીઓ ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન માર્યા ગયા હતા. આ પહેલા 15 નવેમ્બરે પણ સુરક્ષા દળોએ ઉરીમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ઘૂસણખોરી રોકવા માટે સુરક્ષા દળોએ 'ઓપરેશન કાલી' શરૂ કર્યું હતું. આતંકીઓ સાથેની અથડામણ બાદ સેનાએ કહ્યું હતું કે, બશીર અહેમદ મલિક સહિત બે લોકો માર્યા ગયા છે. આ આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હતા અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.


Google NewsGoogle News